ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલે ટાટા કેમિકલ્સ ફેક્ટરીમાં ચેકિંગ હાથ ધર્યું

દેવભૂમી દ્વારકાઃ જિલ્લાના દેવપરા ગામના યુવાને ટાટા કંપની વિરુદ્ધ પ્રદુષણ ફેલાવવાની ફરિયાદ નોંધાવી હતી. જેથી ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ જામનગરની ટીમ દ્વારા શુક્રવારે દ્વારકા તાલુકાના મીઠાપુરની ટાટા કેમિકલ્સ ફેક્ટરીનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

Tata Chemicals Factory

By

Published : Jul 26, 2019, 7:01 PM IST

મીઠાપુરની ટાટા કેમિકલ્સ ફેક્ટરીની પાછળના ભાગે આવેલા દેવપરા ગામના યુવાન દેવાંગ વાલાએ પોલ્યુશન વિભાગમાં ફરિયાદ નોંધાવી હતી કે, ટાટા કેમિકલ્સ ફેક્ટરી દ્વારા હવામાં પ્રદૂષણ કરવામાં આવે છે. જેથી ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ જામનગરની ટીમ દ્વારા શુક્રવારે ટાટા કેમિકલ્સ ફેક્ટરીના પ્લાન્ટ અને દેવપરા ગામની મુલાકાત લીધી હતી. આ સાથે જ દેવપરા ગામમાં હવામાં પ્રદૂષણ માપવાનું યંત્ર 24 કલાક માટે સ્થાપિત કરવામાં આવ્યું હતું.

ટાટા કેમિકલ્સ ફેક્ટરીમાં ચેકિંગ હાથ ધર્યું

આ મુદ્દે ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ જામનગરના અધિકારી ડી.જી. સુત્રેજાએ જણાવ્યું કે, આ યંત્રને 24 કલાક રાખ્યા બાદ યંત્ર દ્વારા જે રિપોર્ટ આપવામાં આવશે તે રિપોર્ટના આધારે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details