ગુજરાત

gujarat

ETV Bharat / state

GPCC Chintan Shibir in Dwarka : દ્વારકામાં રાહુલ ગાંધીના આગમન પહેલા પોલીસ અને સુરક્ષા એજન્સી થઈ સતર્ક - દ્વારકા મંદિર ખાતે કોંગ્રેસના આગેવાનો

દ્વારકામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની ત્રિદિવસીય ચિંતન શિબિરમાં (GPCC Chintan Shibir in Dwarka) રાહુલ ગાંધી મુલાકાતે આવી રહ્યા છે. જ્યાં રાહુલ ગાંધી દ્વારકાધીશની પૂજા-અર્ચના કરી ચિંતન શિબિરમાં (Rahul Gandhi on a visit to Dwarka) કોંગ્રેસના કાર્યકરોને સંબોધશે.

GPCC Chintan Shibir in Dwarka : દ્વારકામાં રાહુલ ગાંધીના આગમન પહેલા પોલીસ અને સુરક્ષા એજન્સી થઈ સતર્ક
GPCC Chintan Shibir in Dwarka : દ્વારકામાં રાહુલ ગાંધીના આગમન પહેલા પોલીસ અને સુરક્ષા એજન્સી થઈ સતર્ક

By

Published : Feb 26, 2022, 10:59 AM IST

Updated : Feb 26, 2022, 11:15 AM IST

દેવભૂમિ દ્વારકા :આજે ચિંતન શિબિરના બીજા (GPCC Chintan Shibir in Dwarka) દિવસે કોંગ્રેસના યુવા નેતા અને પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી હાજરી આપશે. બપોરે 12 કલાકે રાહુલ ગાંધીનું જામનગર એરપોર્ટ પર આગમન થશે. જ્યાંથી તેઓ હેલીકોપ્ટર મારફતે દ્વારકા (Congress Leaders at the Dwarka Temple)આવશે. દ્વારકા હેલીપેડથી બાય રોડ દ્વારકાધીશ મંદિરે પહોંચશે. જ્યાં તેઓ દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવી. ધ્વજા સાથે મંદિરની પ્રદક્ષિણા કરશે. આદિ શંકરાચાર્ય પાદુકાનું પૂજન કરશે. ત્યારબાદ તેઓ ચિંતન શિબિરમાં કાર્યકરોને સંબોધશે.

દ્વારકામાં રાહુલ ગાંધીના આગમન પહેલા પોલીસ અને સુરક્ષા એજન્સી થઈ સતર્ક

આ પણ વાંચો-Jayrajsinh on Congress : કોંગ્રેસને TMCની B ટીમ કહેવા સાથે સરકારના વખાણ કરવા સાચવીને બોલ્યાં બોલ

શિબિરનો શુભારંભ રઘુ શર્મા જગદીશ ઠાકોરના હસ્તે કરવામાં આવ્યો

ગુજરાત પ્રદેશ પ્રભારી રઘુ શર્મા, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, વિધાનસભાના વિપક્ષના નેતા સુખરામ રાઠવા સહિત તમામ કોંગ્રેસના આગેવાનોએ ભગવાન દ્વારકાધીશના નમન કરી પૂજા વિધિ કરી હતી. નોંધનીય છે કે આ ત્રિદિવસીય શિબિરનો શુભારંભ ગુજરાત (Gujarat Congress Workers in Chintan Shibir) પ્રદેશ પ્રભારી રઘુ શર્મા, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરના હસ્તે કરવામાં આવ્યો હતો.

દ્વારકામાં રાહુલ ગાંધીના આગમન પહેલા પોલીસ અને સુરક્ષા એજન્સી થઈ સતર્ક

આ પણ વાંચો-Jagdish Thakor Statement : ગુજરાત કોંગ્રેસમાં અસંતોષ મુદ્દે ચૂપ્પી પણ ભાજપ સરકારમાં હોવાનું કહ્યું

રાહુલ ગાંધીના આગમન પહેલા સુરક્ષા કર્મીઓ થયા સક્રિય

આજના બીજા દિવસે જ્યારે રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi in GPCC Chintan Shibir) આવવાના છે. જેને લઈ મંદિર અને ચિંતન શિબિર સ્થળે પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવાયા છે. રાહુલ ગાંધીની સુરક્ષાને ધ્યાને રાખી દેવભૂમિ દ્વારકાના એસપી સુનિલ જોષીએ મંદિર પરિષદ અને આસપાસના વિસ્તારમાં રહેલી સુરક્ષાની ચકાસણી કરી હતી. બોમ્બ સ્કોડ, ડોગ સ્કોડ સહિત અન્ય સુરક્ષા એજન્સીઓ પણ મંદિરમાં ચેકિંગ કર્યું હતું. તો બીજી તરફ ચિંતન શિબિર સ્થળે પણ તમામ પ્રોટોકોલનું (Protocol with Rahul Gandhi in Dwarka) ધ્યાન રાખવામાં આવ્યું છે.

દ્વારકામાં રાહુલ ગાંધીના આગમન પહેલા પોલીસ અને સુરક્ષા એજન્સી થઈ સતર્ક
Last Updated : Feb 26, 2022, 11:15 AM IST

ABOUT THE AUTHOR

...view details