દેવભૂમિ દ્વારકા : દ્વારકામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની ત્રિદિવસીય ચિંતન શિબીરનો (GPCC Chintan Shibir in Dwarka) શુભારંભ કરવામાં આવ્યો છે. ત્યારે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આજે ચિંતન શિબિરમાં ભાગ લેવા (Congress Leaders at the Dwarka Temple) માટે દ્વારકાની મુલાકાતે આવી રહ્યા છે. દ્વારકા મંદિર ખાતે રાહુલ ગાંધી ભગવાન દ્વારકાધીશની પૂજા-અર્ચના કરશે અને ધ્વજા રોહણ કરશે. ત્યારબાદ ચિંતન શિબિરમાં કોંગ્રેસના કાર્યકરોને સંબોધશે.
શિબિરનો શુભારંભ રઘુ શર્મા જગદીશ ઠાકોરના હસ્તે કરવામાં આવ્યો
કોંગ્રેસ પ્રદેશની ચિંતન શિબીરનો દ્વારકા ખાતે પ્રારંભ થયો ગયો છે. ત્યારે ગુજરાત પ્રદેશ પ્રભારી રઘુ શર્મા, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, વિધાનસભાના વિપક્ષના નેતા સુખરામ રાઠવા સહિત તમામ કોંગ્રેસના આગેવાનોએ ભગવાન દ્વારકાધીશના નમન કરી પૂજા વિધિ કરી હતી. ઉલ્લેખનીય છે કે આ ત્રિદિવસીય શિબિરનો શુભારંભ ગુજરાત પ્રદેશ પ્રભારી રઘુ શર્મા, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરના હસ્તે કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો-Jayrajsinh on Congress : કોંગ્રેસને TMCની B ટીમ કહેવા સાથે સરકારના વખાણ કરવા સાચવીને બોલ્યાં બોલ
રાહુલ ગાંધી ચિંતન શિબિરમાં હાજરી
આજે રાહુલ ગાંધી ચિંતન શિબિરમાં હાજરી (Rahul Gandhi in GPCC Chintan Shibir) આપવાના છે. ત્યારે તે આજે 11:30 કલાકે ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ચિંતન શિબિરમાં બપોરે અંદાજે 1 થી 4 વાગ્યા સુધી હાજરી આપશે. ત્યારબાદ 27 મી ફેબ્રુઆરીના રોજ ચિંતન શિબિરનું સમાપન થશે. દ્વારકા ડેક્લેરેશનનું ગુજરાત અને ગુજરાતીના ન્યાયના અધિકારોની લડત માટે કોંગ્રેસના (Gujarat Congress Workers in Chintan Shibir) દ્રષ્ટિકોણથી રજૂઆત કરવામાં આવશે.
આ પણ વાંચો-Jagdish Thakor Statement : ગુજરાત કોંગ્રેસમાં અસંતોષ મુદ્દે ચૂપ્પી પણ ભાજપ સરકારમાં હોવાનું કહ્યું
રાહુલ ગાંધીનું જામનગર એરપોર્ટ પર આગમન
જે આજે ચિંતન શિબિરના બીજા દિવસે કોંગ્રેસના યુવા નેતા (Rahul Gandhi on a visit to Dwarka) અને પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી હાજરી આપશે. બપોરે 11:30 કલાકે રાહુલ ગાંધીનું જામનગર એરપોર્ટ પર આગમન થશે. જ્યાંથી તેઓ હેલીકોપ્ટર મારફતે દ્વારકા આવશે. જ્યાં દ્વારકા હેલીપેડથી બાય રોડ દ્વારકાધીશ મંદિરે પહોંચશે. જ્યાં તેઓ દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવી. ધ્વજા સાથે મંદિરની પ્રદક્ષિણા કરશે. આદિ શંકરાચાર્ય પાદુકાનું પૂજન કરશે. ત્યારબાદ તે ચિંતન શિબિરમાં (Gujarat Assembly Elections 2022) કાર્યકરોને સંબોધશે.