ગુજરાત

gujarat

ETV Bharat / state

દ્વારકામાં ઝડપાયું સરકારી અનાજનું મોટું કૌભાંડ, લાખોનો મુદ્દા માલ જપ્ત

દ્વારકા જિલ્લા પોલીસ તેમજ વહીવટી તંત્રને મળેલ બાતમીના આધારે વહીવટી તંત્ર દ્વારા સ્થાનિક પોલીસને સાથે વોચ ગોઠવવમાં આવી હતી. ત્યાંથી પસાર થઈ રહેલ એક ટ્રકમાં પરવાનગી વગર સરકારી અનાજનો (Government grain seized from Dwarka district) જથો વ્હન થય રહેલ હોવાનું સામે આવતા તેની તપાસ કરતા ટ્રકમાંથી ઘઉં અને ચોખાનો મોટો જથ્થો મળી આવ્યો હતો.

દ્વારકા જિલ્લામાં સરકારી અનાજનું બહાર વેંચાણ કરવાનું કોભાંડ ઝડપાયું
દ્વારકા જિલ્લામાં સરકારી અનાજનું બહાર વેંચાણ કરવાનું કોભાંડ ઝડપાયું

By

Published : Jun 19, 2022, 2:07 PM IST

દ્વારકા: દ્વારકા જિલ્લા પોલીસ તેમજ વહીવટી તંત્રને મળેલા બાતમીના આધારે વહીવટી તંત્ર દ્વારા સ્થાનિક પોલીસને સાથે રાખી વોચ ગોઠવવમાં આવી હતી. ત્યાંથી પસાર થઈ રહેલા એક ટ્રકમાં પરવાનગી વગર સરકારી અનાજનો (Government grain seized from Dwarka district) જથ્થો વહન કરવામાં આવેલું હોવાનું સામે આવતા તેની તપાસ કરતા ટ્રકમાંથી ઘઉં અને ચોખાનો મોટો જથ્થો મળી આવ્યો હતો.

આ પણ વાંચો:'વિરોધ કરવાનો સૌને અધિકાર છે', બાબા રામદેવનું અગ્નિપથ પર નિવેદન

ભાણવડમાં સરકારી અનાજનો મોટો જથ્થો મળ્યો : વધુ તપાસ હાથ ધરતા ભાણવડના વેરાડ ગામે આવેલ એક ખાનગી ગોડાઉનમાં પણ સરકારી અનાજનો મોટો જથ્થો મળી આવ્યો હતો. જે મળી કુલ ઘઉં 8,600 કિલો અને ચોખા 29,100 કિલો મળી આવ્યા હતા.

3 આરોપીઓ વિરુધ ગુન્હો દાખલ કર્યો : પોલીસ દ્વારા પૂછપરછ કરાતા ટ્રક ડ્રાઈવર તથા ખાનગી ગોડાઉન ધારકએ જણાવ્યું હતું કે, આ સમગ્ર માલ સરકારી અનાજની ડોર સ્ટોપ ડિલિવરીનો કોન્ટ્રાક્ટ ધરાવનાર મુકેશ દુધરેજીયા દ્વારા બહાર મોકલવામાં આવ્યો છે. હકીકતના આધારે ભાણવડ મામલતદારની ફરિયાદના આધારે પોલીસએ મુખ્ય સૂત્રધાર મુકેશ દૂધરેજીયા સહિત 3 આરોપીઓ વિરુધ ગુન્હો દાખલ કરી કુલ રૂપિયા 16,25,300 નો મુદ્દા માલ સિલ કર્યો હતો.

આ પણ વાંચો:કેન્દ્રીય આરોગ્ય પ્રધાન સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોગશિબિરમાં આપશે હાજરીદામોદરરાયજીને 500 કિલો કેરીનો મનોરથ, અદભૂત નજારો...

ટ્રક ડ્રાઈવર અને ખાનગી ગોડાઉન ધારકની ધરપકડ કરાઈ :આ જથો ક્યા અને કોને મોકલવામાં આવતો હતો તેની તપાસ હાથ ધરી હતી. ટ્રક ડ્રાઈવર અને ખાનગી ગોડાઉન ધારકની ધરપકડ કરી મુખ્ય સૂત્રધાર મુકેશ દૂધરેજીયાને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારે તમામ આરોપી ઉપર આવશ્યક ચીજ વસ્તુના કાયદા ની કલમ 3,7,8.મુજબ ગુન્હો નોંધાયો હતો.

ABOUT THE AUTHOR

...view details