ગુજરાત

gujarat

ETV Bharat / state

International Yoga Day 2022 : દ્વારકામાં ગોમતી ઘાટ પર યોગ દિવસની અનોખી ઉજવણી - Yoga Day Dwarka

આંતરરાષ્ટ્રીય યોગ દિવસને (International Yoga Day 2022) પર દેશમાં અનેક જગ્યાએ યોગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ત્યારે દેવભૂમિ-દ્વારકામાં પવિત્ર ગોમતી (Gomti Ghat Yoga) ઘાટ પર લોકો પાણી યોગ (Yoga Day Dwarka) કરીને અલગ પ્રકારનો સંદેશો આપ્યો હતો.

International Yoga Day 2022 : દ્વારકામાં ગોમતી ઘાટ પર યોગની અનોખી ઉજવણી
International Yoga Day 2022 : દ્વારકામાં ગોમતી ઘાટ પર યોગની અનોખી ઉજવણી

By

Published : Jun 22, 2022, 10:18 AM IST

દેવભૂમિ-દ્વારકા : 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ દેશભરમાં (International Yoga Day 2022) ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે દ્વારકામાં પણ પવિત્ર ગોમતીમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. દ્વારકામાં યોગ દિવસની ઉજવણી (Gomti Ghat Yoga) હર્ષ સાથે અનોખી ઉજવણી થઈ હોવાનું સામે આવ્યું છે. દ્વારકા વાસીઓ ગોમતીમાં યોગની (Yoga Day Dwarka) પાણીમાં ઉજવણી કરીને અલગ પ્રકારનો સંદેશો આપ્યો છે.

દ્વારકામાં ગોમતી ઘાટ પર યોગની અનોખી ઉજવણી

આ પણ વાંચો :ITBP જવાનોએ તળાવમાં બોટ પર કર્યો યોગ, જૂઓ વીડિયો

યોગ દિવસે વિશિષ્ટ ઉજવણી -દ્વારકામાં સ્પોર્ટમેન ચેતન જીંદાણી અને ભડકેશ્વર ગૃપે યોગ દિવસની નિમિત્તે વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં લોકો યોગની વિવિધ મુદ્રાઓ સાથે યોગમાં જાગૃતિ તેમજ જીવનમાં યોગનું મહત્વ વિશે સુંદર સંદેશ બતાવ્યો હતો. ભડકેશ્વર યોગ ગ્રુપ દ્વારકા વિસ્તારના લોકોમાં યોગ વિશે જાગૃતિ આણીને લોકોને યોગ કરવા માટે પ્રેરિત કરે છે. ચેતન જિંદાણીએ વ્યક્તિગત રસ લઈને મહિલાઓ અને બાળકો, યુવાનો તેમજ માનસિક (Benefits of Yoga) દિવ્યાંગ બાળકોને પણ યોગ, એક્સરસાઈઝ, તેમજ સ્પોર્ટ્સની તાલીમ સાથે યોગ માટે જાગૃતિ કર્યા હતા.

આ પણ વાંચો :International Yoga Day 2022 : સંસ્કારી નગરીમાં યોગ દિવસ પર અનોખો વિરોધ આવ્યો સામે

સ્વાસ્થ્ય વર્ધક ક્રિયા -ઉલ્લેખનીય છે કે આજના સમયમાં જ્યારે આપણે સૌ મહામારીમાંથી પસાર થઇ રહ્યા છીએ, ત્યારે યોગ એક સ્વાસ્થ્ય વર્ધક ક્રિયા સાબિત થઇ છે. સૌની સુખાકારીનીકામના સાથે યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીની સ્થાપના પછી, વર્ષ 2015થી 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. યોગ એક શારીરિક, માનસિક અને આધ્યાત્મિક અભ્યાસ છે. તેનો ઉદ્ભવ ભારતમાં થયો છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલ પર સંયુક્ત રાષ્ટ્રએ 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવાનું આહ્વાન કર્યું હતું. તેને લઈને જોતજોતામાં વિશ્વના તમામ દેશો આ ચળવળમાં સામેલ થયા છે.

ABOUT THE AUTHOR

...view details