દ્વારકાના ખંભાળીયાનો ઘી ડેમ ઓવર ફ્લો થતા ખંભાળિયા શહેર અને આજુબાજુના 24 ગામોને બે વર્ષ ચાલે એટલું પાણી કુદરતે આપ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદને પગલે અનેક ચેકડેમ છલકાયા છે. નદી નાળા અને ચેકડેમ છલકાતા ખેડૂતો ખુશખુશાલ થયા છે.
ભારે વરસાદ બાદ ઘી ડેમ છલકાતા 24 ગામોના પાણીના પ્રશ્ન હલ થયા - ઘી ડેમમાં પાણીની આવક
દ્વારકા: ખંભાળીયાનો ઘી ડેમ ઓવર ફ્લો થતા ખંભાળિયા શહેર અને આજુબાજુના 24 ગામોને બે વર્ષ ચાલે એટલું પાણી કુદરતે આપ્યું છે.
ભારે વરસાદ બાદ ઘી ડેમ છલકાતા 24 ગામોના પાણીના પ્રશ્ન હલ થયા
ખંભાળિયા શહેરમાં આવેલી ઘી નદી પણ બે કાંઠે વહેતા સ્થાનિક લોકો કુદરતની કળા નિહાળવા ઉમટ્યા હતા. ખંભાળિયાનો ઘી ડેમ ઓવરફ્લો થતા ઘી નદીનું સોંદર્ય ખીલી ઉઠ્યું હતું. ખંભાળિયા અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદના કારણે સમગ્ર વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં હતા.
Last Updated : Sep 30, 2019, 10:49 PM IST