દ્વારકા: દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્ર તરફ ફંટાયેલા વાવાઝોડાએ અનેક વિસ્તારોમાં તારાજી સર્જી છે. ગુજરાતના પશ્ચિમ કિનારે આવેલા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા, દ્વારકા, ભોગાત જેવા બંદરો ઉપર તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી હતી.
નિસર્ગ વાવાઝોડાની દ્વારકામાં સામાન્ય અસર, ગોમતી ઘાટ ઉપર 1 મીટરથી ઉંચા મોજા ઉછળ્યા - દ્વારકામાં નિસર્ગ વાવાઝોડુ
નિસર્ગ વાવાઝોડાની દ્વારકામાં સામાન્ય અસર થઇ હતી. ગોમતી ઘાટ ઉપર 1 મીટરથી ઉંચા મોજા ઉછળ્યા હતા.
ઓખા બંદર ઉપર માછીમારોને માછીમારી ન કરવા જવા માટેની સૂચના આપવામાં આવી હતી. બંદર ઉપર 2 નંબરનું સિગ્નલ પણ લગાવવામાં આવ્યું હતું. ઓખા બંદર ઉપરથી સમુદ્રમાં ગયેલી નાની મોટી અંદાજે 3000 બોટો સૂચના મળ્યા બાદ કાંઠા ઉપર પરત ફરી હતી.
દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં આવેલા વાવાઝોડાની અસર દ્વારકા ખાતે સામાન્ય અનુભવાઈ હતી. સમુદ્રમાં કરંટ જોવા મળ્યો અને ભગવાન દ્વારકાધીશ મંદિર નજીક આવેલી પવિત્ર ગોમતી નદીમાં એક મીટરથી પણ ઉંચા મોજા ઉછળ્યા હતા .સ્થાનિક તંત્ર દ્વારા ઘાટ ઉપર ન જવાની કડક સૂચના આપવામાં આવી હતી.