- ગાંધી જયંતીની વિવિધ રીતે ઉજવણી
- અલગ અલગ કાર્યક્રમો દ્વારા લોકમાં જાગ્રૃતિ લાવવી
- સુતરની આંટી અને ફુલહારથી ઉજવણી કરાય
ખંભાળિયાઃ ગાંધી જંયતીના દિવસે લોકો દ્વારો વિવિધ રીતે ઉજવણી કરવામાં આવતી હોય છે. તેમાં લોકો વિવિધ કાર્યક્રમો યોજીને ઉજવણી કરતા હોય છે. સ્વછતા ના કાર્યક્રમો તથા પર્યાવરણની જાગૃતીને લગતા કાર્યક્રમો કરી ઉજવણી કરવીમાં આવે છે. ત્યારે ખંભાળિયાના જોધપુર ખાતે ભાજપના હોદ્દેદારોએ ગાંધીજીની જન્મ જયંતી પર ફુલહાર તથા સુતરની આંટી પહેરાવીને ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવી છે.
ગાંધીજીની પ્રતિમાંને સુતરની આંટી અને ફુલહારથી પહેરાવી ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવી ગાંધીજીની પ્રતિમાને ફુલહાર પહેરીવી ઉજવણી
ગાંધીજીએ દેશની આઝાદીમાં અનોખું યોગદાન આપી અહિંસક લડત ચલાવી દેશને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી અપાવી હતી, જેમની જન્મ જયંતીની ઉજવણી સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે. ખંભાળિયાના જોધપુર નાકા પાસે ચોકમાં આવે ગાંધીજીની પ્રતિમાને ભાજપના હોદ્દેદારો તથા કલકેટર મુકેશ પંડ્યા દ્વારા ગાંધીજીની પ્રતિમાને ફુલહાર તથા સુતરની આંટી પહેરાવી ગાંધી જયંતિની ઉજવણી કરી છે. અને લોકોને પર્યાવરણ જાળવણી તથા સ્વછતા રાખવાની અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃમોરબીમાં ગાંધી જયંતી નિમિતે નેચરોથેરાપી સેમીનાર યોજાયો
આ પણ વાંચોઃમુખ્યપ્રધાને ખાદી ખરીદી મહાત્મા ગાંધીની જન્મજ્યંતી ઉજવી