દ્વારકા:દ્વારકાધીશ સંગ ભક્તોએ પૂજારી પરિવાર સાથે દ્વારકાધીશ મંદિરમાં રંગોની રમઝટ બોલાવી હતી. દ્વારકામાં આજે દ્વારકાધીશ મંદિરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ભક્તો દ્વારકાધીશ સંગે રંગે રમવા આવી પહોંચ્યા હતા. પૂજારી પરિવાર દ્વારા આરતી સાથે ફુલડોલ ઉત્સવની ઉજવણી થઈ હતી. પોલીસ કર્મચારીઓએ પણ એક બીજાને રંગોથી રંગી ફુલડોલ ઉત્સવની ઉજવણી કરી હતી. જિલ્લા પોલીસ વડા સહિત પોલીસ કર્મચારીઓને રંગે રંગી ફુલડોલ ઉત્સવની ઉજવણી કરી હતી.
દ્વારકામાં ભક્તોનો ભારે જમાવડો:દ્વારકામાં ભક્તો ફુલડોલ ઉત્સવ નિમિતે બહોળી સંખ્યામાં દ્વારકા આવી પહોંચ્યા હતા. લાંબી કતારોમાં ભક્તો દ્વારકાધીશ સંગે રંગે રંગાવા અધિરા બન્યા હતા. આજે દ્વારકાની બજારોમાં પણ સ્થાનિકોએ પણ ડીજેના તાલ સાથે ફુલડોલ ઉત્સવની ઉજવણી કરી હતી. દ્વારકામાં દ્વારકાધીશ સંગે રંગે રમવા બહોળી સંખ્યામાં ભક્તો આવી પહોંચ્યા હતા.
આ પણ વાંચોHoli Celebration 2023: સાળંગપુર કષ્ટભંજન મંદિરે રંગોત્સવની ભવ્ય ઉજવણી, હજારો ભાવિકો રંગેરંગાયા