દેવભૂમિ દ્વારકા : છેલ્લા કેટલાક સમયથી ચાલતો યાદવ સમાજ અને કથાકાર મોરારીબાપુ વચ્ચેનો વિવાદે આજે નવો વળાંક લીધો હતો. જેમાં થોડા વર્ષો પહેલા કથાકાર મોરારી બાપુએ વ્યાસપીઠ ઉપરથી ભગવાન દ્વારકાધીશને યાદવ કુળ વિશે કેટલીક ટિપ્પણી કરી હતી.
મોરારીબાપુ પર પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકે હુમલાનો પ્રયાસ કર્યો - કથાકાર મોરારી બાપુ
દ્વારકામાં યાદવ સમાજની માફી માગવા આવેલા કથાકાર મોરારી બાપુ અને દ્વારકાના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક વચ્ચે વિવાદ સર્જાયો હતો. જેમાં ધારાસભ્ય પબુભા માણેકે મોરારિબાપુ પર હુમલો કરવાનો પ્રાયાસ કર્યો હતો અને દ્વારકા છોડી જવાનું કીધું હતું.
આ વચ્ચે દ્વારકાના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકે દ્વારકા મોરારીબાપુ પર શાબ્દિક ભાષામાં પ્રહારો કરી અને હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. પબુભા માણેકે મોરારિબાપુને ખુલ્લા શબ્દોમાં જણાવ્યું કે અહીં દ્વારકામાં બધા દારૂડિયા છે તમે દ્વારકામાંથી નીકળી જાવ. વિવાદ વધુ વકરે તે પહેલા સાંસદ પૂનમબેન માડમ વચ્ચે પડ્યા હતા અને મામલાને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મોરારિબાપુને ખુલ્લા શબ્દોમાં જણાવ્યું કે દ્વારકાથી નીકળી જાવ. અચાનક બનેલા આ બનાવથી મોરારીબાપુ પણ હતપ્રત થયા હતા અને તુરંત જ દ્વારકાથી નીકળી જવા લાગ્યા હતા. જો કે મોરારી બાપુ આજે ગુરૂવારે દ્વારકામાં રાતવાસો કરવાના હતા, પરંતુ આ બનાવ બનતા મોરારીબાપુ દ્વારકાથી નીકળી ગયા હતા.