ગુજરાત

gujarat

ETV Bharat / state

દ્વારકામાં 'વાયુ'ની આગાહી વચ્ચે લોકોમાં સેલ્ફીનો ક્રેઝ, તંત્ર રહ્યું અજાણ - Rajanikant Joshi

દ્વારકા: હાલમાં વાયુ વાવાઝોડાની અસર દ્વારકા તેમજ કચ્છમાં જોવા મળશે, એવું હવામાન ખાતા દ્વારા વારંવાર જણાવવામાં આવ્યું હોવા છતા યાત્રાળુ પોતાના જીવન જોખમમાં મુકીને દ્વારકામાં દર્શન કરવા આવે છે. તેમજ પોતાનો જીવન જોખમમાં મુકીને પરીવાર સાથે સેલ્ફી અને ફોટોગ્રાફી કરતા જોવા મળી રહ્યાં છે.

દ્વારકામાં 'વાયુ'ની આગાહી વચ્ચે લોકોમાં સેલ્ફીનો ક્રેઝ

By

Published : Jun 16, 2019, 8:35 PM IST

હવામાન વિભાગ દ્વારા તેમજ તંત્ર દ્વારા અનેકવાર સુચના આપવામાં આવી છે કે, થોડા સમય માટે દ્વારકાની યાત્રી જોખમભરી છે. ત્યારે અહીં પ્રવાસ કરવો એ જીવને જોખમમાં મૂકી શકે તેમ છે. તેમ છતા અહીં યાત્રાળુઓ આવી રહ્યાં છે. વાવાઝોડાને લઈને મોટા ભાગની ટ્રેનો કેન્સલ કરવામાં આવી રહી છે. તેમ છતા પણ અમુક યાત્રાળુઓ પોતાના વાહનો દ્વારા દ્વારકાની યાત્રા પર આવે છે.

દ્વારકામાં 'વાયુ'ની આગાહી વચ્ચે લોકોમાં સેલ્ફીનો ક્રેઝ

ભાવિકો દેવ દર્શન કરીની નીકળવાને બદલે રોકાણની સાથે-સાથે જોખમી વિસ્તારની મુલાકાત પણ લે છે. ખાસ કરીને દ્વારકાના ભડકેશ્વર મહાદેવ મંદિરે યાત્રાળુઓ જીવના જોખમે ફરે છે, સેલ્ફી અને ફોટોગ્રાફી પણ કરે છે. આ મંદિર અરબી સમુદ્ર નજીક આવેલુ છે અને હાલના " વાયુ " વાવાઝોડા સાથે સમુદ્ર ખુબ જ તોફાની બન્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, તંત્ર હકીકતથી અજાણ હોવાના કારણે અહીં કોઇ પ્રકારની અગમચેતી તેમજ કોઈ ગાર્ડ રાખવામાં આવ્યા નથી.

ABOUT THE AUTHOR

...view details