ગુજરાત

gujarat

ETV Bharat / state

દ્વારકામાં નવનિયુક્ત PI તથા સ્ટાફ દ્વારા તમામ વિસ્તારોમાં ફુટ પેટ્રોલિંગ કરાયું - પી.બી ગઢવી

યાત્રાધામ દ્વારકામાં ફરજ ઉપર હાજર થયેલા નવનિયુક્ત PI પી.બી. ગઢવી તથા સ્ટાફ દ્વારા દ્વારકાના તમામ વિસ્તારોમાં ફુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યુ હતું.

dwarka
દ્વારકામાં પી.આઈ તથા સ્ટાફ દ્વારા તમામ વિસ્તારોમાં ફુટ પેટ્રોલિંગ

By

Published : Jun 28, 2020, 2:23 PM IST

દેવભૂમિ દ્વારકા: યાત્રાધામ દ્વારકા ધાર્મિક સ્થળ હોવાથી અહીં ગુનાખોરીનો આંકડો ખુબ જ ઓછો છે. મોટાભાગે સામાન્ય અને ઘરેલું ઝઘડાની ફરિયાદો આવતી હોય છે. પરંતુ તેમ છતાં સ્થાનિક રહીશો અને વેપારીઓને પોલીસ દ્વારા સમય અનુસાર નાની મોટી મિટીંગ બોલાવીને નાના-મોટા પ્રશ્નો હલ કરવામાં આવે છે.

  • દ્વારકામાં PI પી.બી. ગઢવી તથા સ્ટાફ દ્વારા ફુટ પેટ્રોલિંગ
  • દ્વારકા ધાર્મિક સ્થળ હોવાથી અહીં ગુનાખોરીનો આંક ઓછો
  • પોલીસના આ અભિગમને લોકો આવકારે છે

દ્વારકા પોલીસ સ્ટેશનના PI પી.બી.ગઢવી તથા સ્ટાફ દ્વારા શહેરના તમામ વિસ્તારોમાં પૂરતા સ્ટાફ સાથે પેટ્રોલિંગ કરીને સ્થાનિક લોકોને તમામ જાતના સહયોગની વિશ્વાસપૂર્વક ખાતરી આપવામાં આવી હતી. પોલીસના આ અભિગમથી લોકો પોલીસને આવકારે છે. તેમજ સમયાંતરે આવા પેટ્રોલિંગથી ગુનાખોરીનું પ્રમાણ ઘટે છે અને સ્થાનિક રહીશો અને વેપારીઓએ શાંતિપૂર્વક પોતાના ધંધા રોજગાર પણ કરી શકે છે.

ABOUT THE AUTHOR

...view details