દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રથમ કોરોના વાઇરસના દર્દીને રજા અપાઇ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રથમ કોરોના વાઇરસના દર્દીને આજે મેડિકલ ચેકઅપ બાદ કોઈ લક્ષણો નહીં જણાતા ખંભાળિયા સરકારી ક્વોરેન્ટાઇન વિભાગમાંથી રજા આપવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકા: જિલ્લાના પ્રથમ કોરોના વાઇરસના દર્દીને આજે મેડિકલ ચેકઅપ બાદ કોઈ લક્ષણો નહીં જણાતા ખંભાળિયા સરકારી ક્વોરેન્ટાઇન વિભાગમાંથી રજા આપવામાં આવી છે.
આ યુવાનને ખંભાળિયાથી ખેસેડીને બેટ દ્વારકા તેના ઘરે હોમ ક્વોરેન્ટાઇન રાખવામાં આવશે. હાલ બેટ દ્વારકાના ત્રણ લોકોને કોરાનો પોઝિટિવ કેસ આવતા જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડીને બેટ દ્વારકાને સીલ કર્યું છે.
અંદાજે 1640 કુટુંબ અને 8200 લોકોના બેટ દ્વારકા ગામને કંન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. આ નવો આદેશ ન આવે ત્યાં સુધી જાહેરનામું અમલમાં રહેશે.
આ આગાઉ રાજસ્થાનના અજમેરથી આવેલા બેટ દ્વારકાના આઠ લોકો સરકારની મંજુરી લઈને બેટ દ્વારકા આવ્યા હતા.
જિલ્લા કલેકટર દ્વારા બેટ દ્વારકા આખા વિસ્તારને સીલ કરવામાં આવ્યું છે .બેટ દ્વારકામાં લોકોને અવરજવર કરવા ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. હાલ બેટ દ્વારકાના તમામ રસ્તાઓ ઉપર પોલીસ દ્વારા સઘન ચેકિંગ અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા થર્મલ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. બેટ દ્વારકા સ્થાનિકોને અવર-જવર પર પ્રતિબંધ મૂકવામાં આવતાં લોકોના રાશન અને આવશ્યક ચીજવસ્તુઓ માટે તંત્ર દ્વારા હોમ ડીલેવરી કરવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર દ્વારા આપવામાં આવેલા જાહેરનામા મુજબ ફોજદારી કાર્યરીતિ અધિનિયમ 1973ની કલમ 144 તેમજ નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ 30 તથા કલમ 34 તેમજ ધી એપેડીમિક ડિસિઝન એક્ટ ની કલમ 1897 ની કલમ બે તથા આરોગ્ય વિભાગ પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગરના જાહેરનામા મુજબ બેટ દ્વારકાને સંપૂર્ણ રીતે સીલ કરવામાં આવ્યો છે.