ગુજરાત

gujarat

ETV Bharat / state

દ્વારકામાં લેન્ડ ગ્રેબિંગનો પ્રથમ ગુનો નોંધાયો, 2 મહિલાઓની ધરપકડ

દ્વારકામાં લગભગ સાડા ત્રણ કરોડ કિંમતની અનંત કુમાર વારીયા બાલમંદિરની જમીન પાંચ ઈસમોએ શૈક્ષણિક હેતુ માટે ભાડે રાખીને પચાવી પાડવાનો પ્રયાસ કર્યો હતો. જામ ખંભાળીયા પોલીસે સંપૂર્ણ કાવતરાની તપાસ હાથ ધરી બે મહિલા આરોપીઓની ધરપકડ કરી છે.

લેન્ડ ગ્રે્બિંગ
લેન્ડ ગ્રે્બિંગ

By

Published : Jan 28, 2021, 1:54 PM IST

  • દ્વારકામાં લેન્ડ ગ્રેબિંગનો પહેલો કેસ
  • લગભગ સાડા ત્રણ કરોડની જમીન પચાવી પાડવાનું કાવતરુ
  • બે મહિલા આરોપીઓની કરાઈ ધરપકડ

દ્વારકા: ભાણવડ શહેરના વેરાડ નાકા વિસ્તારમાં લગભગ સાડા ત્રણ કરોડ કિંમતની અનંત કુમાર વારીયા બાલમંદિરની જમીન પાંચ ઈસમોએ શૈક્ષણિક હેતુ માટે ભાડે રાખીને ત્યારબાદ પચાવી પાડવાના ઇરાદે કબ્જો કર્યો હતો. દેવભૂમિ દ્વારકા જીલ્લામાં પહેલી જ વાર લેન્ડ ગ્રે્બિંગનો કિસ્સો સામે આવ્યો છે ત્યારે સંપૂર્ણ જિલ્લા સહિત ભૂ- માફિયાઓમાં પણ ફફડાટ ફેલાયો છે.

ટ્રસ્ટની જમીન પચાવી ચલાવાતી હતી ગેરકાયદેસર પ્રવૃતીઓ

પોલીસે આપેલી જાણકારી મુજબ, પાંચ આરોપીઓએ મળીને ભાણવડ વારીયા બાલમંદીર ટ્રસ્ટની જમીન શૈક્ષણીંક હેતુસર ભાડે રાખી હતી. તેઓ નિયમીત પણે મેન્ટેનન્સ ચાર્જ પણ આપતા ન હતાં ઉપરાંત, શૈક્ષણીક હેતુ સીવાયની અન્ય ગેરકાયદેસર પ્રવૃતીઓ પણ કરી રહ્યાં હતાં. આરોપી આરતીબેન દીપકભાઇ પંડીત, ક્રૃપાબેન ઠાકર, સાજણભાઇ ગઢવી, રામભાઇ ગઢવી અને નિલેશભાઇ ભાણવડ વારીયા બાલમંદીર ટ્રસ્ટનાં ટ્રસ્ટીઓ પણ હતાં.

અપશબ્દો બોલી ધમકીઓ આપતા હતાં

તેમનો ટ્રસ્ટ સાથેનો કરાર 2020નાં મે મહિનામાં પૂર્ણ થઈ ચૂક્યો હતો છતાં ટ્રસ્ટની જમીન પચાવી પાડવાના ઇરાદાથી આરોપીઓએ સાથે મળી કાવતરૂ રચી વારીયા બાલમંદીરના ટ્રસ્ટીઓને અલગ અલગ સમયે ફોન ઉપર તેમજ રૂબરૂ આવી અપશબ્દ બોલી મેન્ટેનન્સ ચાર્જ ન આપવાનાં મુદ્દા અંગે ગર્ભીત ધમકીઓ આપતા હતાં. તેમણે મ્યુનીસીપાલીટીનો કર પણ આજ સુધી ભર્યો નથી. મેન્ટેનન્સ ચાર્જ અને મ્યુનીસીપાલીટી કર મળીને કુલ ૧૬,૫૧,૭૮૨/- જેટલી રકમ પણ આરોપીઓએ નહીં આપી હોવાનું સામે આવ્યું છે.

અન્ય આરોપીઓને પકડવા માટેનાં ચક્રો પણ કરાયા ગતીમાન

આરોપીઓએ જપ્ત કરેલી જમીન સરકારી જંત્રી મુજબ 3 કરોડ 48 લાખ કહેવાઈ રહી છે અને આ જમીન પચાવી માટે છેતરપીંડી કરી આજદીન સુધી વારીયા બાલમંદીર ટ્રસ્ટની જમીનનો કબ્જો ખાલી કર્યો નથી. સંપૂર્ણ કાવતરાની તપાસ જામ ખંભાળીયા ડીવીઝનનાં અધિકારી હિરેન્દ્ર ચૌધરી કરી રહ્યાં છે. તેમણે લેન્ડ ગ્રેબીંગ સ્કવોડના ASI શકિતસિંહ જાડેજા અને ASI મહમદભાઇ હીગોરા સાથે મળીને બે મહિલા આરોપી આરતીબેન અને ક્રૃપાબેનની ધરપકડ કરી છે. આરોપીઓને જામનગર જિલ્લા જેલ લઈ જવા માટેની તજવીજ ચાલી રહી છે. સાથે જ અન્ય આરોપીઓને પકડવા માટેનાં ચક્રો ગતીમાન કર્યા છે.

ABOUT THE AUTHOR

...view details