ગુજરાત

gujarat

ETV Bharat / state

બીટ કોઈનનો ખુલાસો કરનાર નિશા ગોંડલિયા પર ખંભાળીયા નજીક ફાયરિંગ - Today News Jamnagar

ખંભાળીયા: જિલ્લામાં બીટ કોઈનના કારણે ચર્ચામાં આવેલી ખંભાળીયાની નિશા ગોંડલિયા પર 2 રાઉન્ડ ફાયરિંગની ઘટના સામે આવી છે. નિશા પોતાના કારમાં ખંભાળીયા જતી હોય ત્યારે એક હોટલ નજીક બે શખ્સોએ તેના પર ફાયરિંગ કર્યા હોવાનું નિશા દ્વારા માહિતી આપવામાં આવી હતી.

Firing On Bitcoin Fame
નિશા ગોંડલિયા પર ખંભાળીયા નજીક ફાયરિંગ

By

Published : Nov 29, 2019, 10:14 PM IST

Updated : Nov 29, 2019, 11:38 PM IST

જામનગરના કુખ્યાત જયેશ પટેલથી તેને જીવનો ખતરો છે, તેમ નિશા ગોંડલીયા દ્વારા જામનગર SP સમક્ષ ફરિયાદ પણ કરવામાં આવી હતી. ખંભાળીયાના આરાધના ધામ, સિંહણ પાસે 2 રાઉન્ડ ફાયરિંગ થયું, એવું નિશા ગોડલીયા દ્વારા કહેવામા આવ્યું હતું.

નિશા ગોંડલીયા દ્વારા જામનગર SP સમક્ષ ફરિયાદ

ફાયરિંગમાં નિશા ગોંડલીયાને માથાના ભાગે ઇજા થતા તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. બનાવની જાણ થતા દેવભૂમિ દ્વારકા અને જામનગરના SP ખંભાળીયા દોડી આવ્યા હતા.

Last Updated : Nov 29, 2019, 11:38 PM IST

ABOUT THE AUTHOR

...view details