દેવભૂમિ દ્વારકા: શુક્રવારે માળી ગામે (Mali village of Devbhoomi Dwarka) જેટકો કંપની અને ખેડૂતો વચ્ચે ઉગ્ર વિવાદ (JETCO Company and farmers in Mali village) સર્જાયો હતો. ખેડૂતોના ખેતરોમાં ઉભા પાકમાં પોલ ઉભા કરાતા વિવાદ (Fierce controversy between Farmers and Pollice) વકર્યો હતો. આ સમગ્ર ઘટના પોલીસની સામે અને પોલીસ સાથે રહીને કરાવતી હતી એવો ખેડૂતોનો આરોપ છે.
'રક્ષક જ ભક્ષક બને' કહેવતને સાબિત કરતો મામલો
પોલીસ દ્વારા દાદાગીરીથી પોલ ઉભા કરાતા ખેડૂતોમાં ખુબ જ રોષ વ્યાપ્યો છે. આ બાબત તો પેલી કહેવત જેવુ જ સિદ્ધ કરે છે કે રક્ષક જ ભક્ષક બને તો ? એ જ કહેવતને સાબિત કરતો મામલો સામે આવ્યો છે. પોલીસ પર પ્રજાને ભરોસો હોવાથી તેની વાતમાં આવી જતી હોય છે પરંતુ અહી પોલીસની દાદાગીરી સામે આવી છે. જે જેટકો કંપની સાથે મળીને ખેડૂતનો ઉભો પાક છે તેમાં જ પોલ ઉભા કરવા જઇ રહી હતી.
પોલીસની દાદાગીરીથી કામ શરૂ કરાતા ખેડૂતોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો
માળી ગામે જેટકો કંપની દ્વારા વીજ પોલ ઉભા કરવામાં આવતા હતા પરંતુ ખેડૂતના ઉભા પાકને નુકશાન પહોચતું હોવાથી આ મામલનો વિવાદ ઉગ્ર બન્યો હતો. આ વિવાદમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે બોલાચાલી ઉગ્ર બની હતી, જેના કારણોસર પોલીસને ૩ મહિલાઓની અટકાયત કરવી પડી હતી. ખેડૂતો માટે આ વર્ષ પેહલાથી જ ખરાબ જઈ રહ્યું છે, જેમાં કમોસમી વરસાદ કાળ સ્વરૂપે વરસી રહ્યો છે. ઉપરથી પોલીસની આ દાદાગીરીથી કામ શરૂ કરાતા ખેડૂતોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે.
પોલીસ દ્વારા 3 મહિલાઓની અટકાયત કરાઈ
સમગ્ર મામલો કલ્યાણપુર પોલીસ અને ખેડૂતો વચ્ચે ચાલી રહ્યો હતો. આ ગરમાગરમીમાં પોલીસ દ્વારા 3 મહિલાઓની અટકાયત કરવામાં આવતા આ મામલે વિવાદ વધુ વકર્યો હતો. આ બધું જોઈ આજુબાજુના બીજા ખેડૂતો અને મહિલાઓના સગાવહાલાના ટોળા ત્યાં એકત્ર થવા લાગ્યા હતા. આ બધું થતા મામલો વધુ ગરમાયો હતો.
આ પણ વાંચો: Devbhoomi Dwarka Temple : નીમા આચાર્ય દ્વારા ભગવાન દ્વારકાધીશજીને ધજા ચડાવાઈ
આ પણ વાંચો: Consumer Court on Europe trip: થોમસ કુકને ગ્રાહક કોર્ટેની ફટકાર, 1-1 લાખ ચૂકવવા કર્યો આદેશ