દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા PGVCLની કચેરી ખાતે ખંભાળિયા તાલુકાના 250 થી વધુ ખેડૂતોએ ઘેરાવ કર્યો હતો. સતત ત્રીજા દિવસે ખંભાળિયાની PGVCLની કચેરીમાં પહોંચ્યા હતા. અને વિરોધ કર્યો હતો. ખંભાળિયા ડિવિઝનના કાર્યપાલક ઈજનેર પાસે ખેડૂતો પૂરતી વીજળી આપો અને તાત્કાલિક ધોરણે વીજ પુરવઠો મળી રહે તેના માટે ખેડૂતો તેના લાઈટ, પાંખ, બલ્બ, ઇલે.મોટર જેવા ઇલેટ્રીક ઉપકરણો સાથે લાવ્યા હતા.
દેવભુમી દ્વારકાના ખેડુતોએ PGVCLની મુખ્ય કચેરીનો કર્યો ઘેરાવ - office of PGVCL
દેવભૂમિ દ્વારકાઃ જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં PGVCL કચેરીમાં ખેડૂતોએ ધામા નાંખ્યા છે. ખેડૂતોને પૂરતી વીજળી ન મળતા હોવાનો ખેડૂતોનો આક્ષેપ કર્યો હતો. ખેડૂતો તેના વીજ ઉપકરણો સાથે કચેરીએ પહોંચી અનોખો વિરોધ કર્યો હતો.
ETV BHARAT DEVBHOOMI DWARKA
જો વીજળી ન મળે તો આ તમામ ઉપકરણોની કોઈ જરૂર જ નથી સરકાર ને આપી અને તેની પહોંચની માંગ કરી અને જો વીજળી ન હોઈ તો ખેડૂતોનો ઉભો પાક છે. તે પણ ખરાબ થઈ જવાની શક્યતા છે. જેથી ખેડૂતો રોષે ભરાયા હતા અને રજુઆત કરી હતી. સાથે ગુજરાત કિસાન કોંગ્રેસ અને જિલ્લા ખેડૂત હિત રક્ષક સમિતિ મળી અને ખંભાળિયા PGVCLના કાર્યપાલક ઈજનેર ને આવેદન પાઠવ્યું હતું. PGVCL દ્વારા તેના ઉપલી અધિકારીઓને આ અંગે જાણ કરી અને તાત્કાલીક ધોરણે ખેડૂતો ન પૂરતી વીજળી અપવામાટે બાંહેધરી આપી હતી.