ખેડૂત એકતા મંચ દ્વારા આયોજિત ખેડૂત જાગૃતિ બાઈક યાત્રાનું દ્વારકામાં સમાપન - ખેડૂત જાગૃતિ બાઈક યાત્રા
દ્વારકા: ખેડૂત એકતા મંચ દ્વારા આયોજિત સોમનાથથી દ્વારકા ખેડૂત જાગૃતિ બાઈક યાત્રાનું બુધવારે દ્વારકામાં સમાપન કરવામાં આવ્યું હતું. ભગવાન દ્વારકાધીશને ખેડૂત એકતા મંચના આગેવાનો દ્વારા સરકારને સદબુદ્ધિ આપે તે અંગેનું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

ખેડૂત એકતા મંચ દ્વારા આયોજિત સોમનાથથી દ્વારકા ખેડૂત જાગૃતિ બાઈક યાત્રાનું દ્વારકા ખાતે સમાપન કરવામાં આવ્યું હતું. કૃષિ નીતિ બને, સ્વાયત ખેતી પંચ બને, બજેટમાં અડધું બજેટ ખેડૂતો માટે ફાળવવામાં આવે જે વિવિધ ભાગો સાથે યાત્રા કરી હતી. જે દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા ખાતે સમાપન કરવામાં આવી હતી. આ યાત્રા ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટસ મોરબીસ જામનગર થઈ અને દ્વારકા પધારી હતી. ખેડૂત જાગૃતિ મંચ દ્વારા એવું જણાવ્યું હતું કે, ભગવાન દ્વારકાધીશ સરકારને સદબુદ્ધિ આપે તેથી દ્વારકાધીશ નેજ આવેદનપત્ર આપી આ યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું.