જાણીતા ગુજરાતી સાહિત્યકાર કાજલ ઓઝા વૈદ્ય દ્વારકાની મુલાકાતે
દેવભૂમિ દ્વારકાઃ કૃષ્ણની કર્મભૂમિમાં હોટેલ એસોસીએશન આયોજિત ''જન્મ ભૂમિ કર્મભૂમિ'' કાર્યક્રમમાં જાણીતા ગુજરાતી સાહિત્યકાર કાજલ ઓઝા વૈદ્યે હાજરી આપી હતી. દ્વારકાના જગતમંદિર પરિસરમાં શંક્રાચાર્ય શારદા મઠ પટાંગણમાં તેમણે ખુબજ સુંદર વાતો કરી હતી. જ્યાં તેમનું શંક્રાચાર્ય શારદા મઠના મહારાજ શ્રી દંડી સ્વામી તેમજ હોટેલ એસોસીએશન પરિવાર દ્વારા સ્વાગત દિપ પ્રાગટ્ય કરી સ્વાદત કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં દ્વારકા તેમજ આજુબાજુ વિસ્તારના સાહિત્ય પ્રેમી લોકોએ હાજરી આપી હતી. ખાસ કરીને લેખીકા કાજલ ઓઝાના ચાહક વર્ગમાં સ્ત્રીઓની હાજરી બહોળી સખ્યામાં જોવા મળી હતી. પોતાના મોટા ભાગના કાર્યક્રમમાં સ્ત્રી અને પુરુષને કેવી રીતે જીવન જીવવું તેની સલાહ આપતા હોય છે. ત્યારે આ કાર્યક્રમમાં તેમણે લોકોને કહ્યુ કે, લોકશાહીના સૌથી મોટા પર્વમાં ભારતના તમામ લોકોએ આગામી લોકસભા ચૂંટણીમાં પોતાના ઘરની બહાર નીકળીને જરૂર થી મત આપવો જોઈએ. જો તમે મત આપવા માટે ઘરની બહાર નથી નીકળતા,તો તમને કોઈ પણ સરકાર ઉપર ગુણ કે દોષ આપવાનો અધિકાર નથી.