આ હોસ્પીટલમાં જરૂરિયાત મંદ દર્દીઓના ઈલાજો અતિ રાહત દરે કરવામાં આવે છે. હાલમાં જ અહી આંખના પડદાના કેસો વધુ હોવાથી જામનગર અને દેવભૂમિ દ્વારકાના પ્રથમ આંખના પડદાના નિષ્ણાંત ડૉ. રૂચીર મહેતાના સહયોગથી એક નિ:શુલ્ક નિદાન કેમ્પ રાખવામાં આવ્યો હતો. જેમાં અંદાજે 50 જેટલા દર્દીઓની આંખની તપાસ કરી તેમને યોગ્ય સારવાર આપવામાં આવી હતી.
મીઠાપુરમાં આંખના પડદાનો નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો - Gujarati news
દેવભૂમિ દ્વારકાઃ મીઠાપુરના છેવાડાના વિસ્તારમાં આવેલી શ્રી દ્વારકાધિશ આરોગ્ય ધામમાં આવેલી આંખની હોસ્પિટલ વર્ષોથી લોકોની સેવા કરે છે. દર વર્ષે અનેક નિ:શુલ્ક આરોગ્ય કેમ્પો રાખવામાં આવે છે. જેમાં જામનગર અને રાજકોટના ખ્યાતનામ ડૉક્ટરોની ટીમો બોલાવીને લોકોને યોગ્ય નિદાનની સારવાર આપવામાં આવે છે.
નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો
ઉપરાંત જામનગર ખાતે રાહત દરે ઈલાજ, ગુજરાત સરકારની યોજના અનુસાર મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના કાર્ડ અથવા આયુષ્માન ભારત કાર્ડ હોય તો તમામ ઈલાજ નિ:શુલ્ક કરવા માટેની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી.