ગુજરાત

gujarat

ETV Bharat / state

દેવભૂમી દ્વારકાના પૂર્વ ધારાસભ્ય પડકારશે હાઇકોર્ટનો ચૂકાદો - પબુભા માણેક

દ્વારકા: દ્વારકા વિધાનસભાના ભાજપના ઉમેદવાર પબુભા માણેક સતત 6 ટર્મથી આ સીટ પર જીતતા આવ્યા છે. ત્યારે તેઓ હાઇકોર્ટના જજમેન્ટને પડકારવા સુપ્રીમ કોર્ટનો સહારો લેશે.

પબુભા માણેક

By

Published : Apr 12, 2019, 6:54 PM IST

પબુભા માણેકે દ્વારકાના ધારાસભ્ય તરીકે ગત વિધાનસભા ચૂંટણીમાં સતત 6 વખત જીત મેળવી હતી. ચૂંટણી પ્રક્રિયામાં ઉમેદવારી ફોર્મમાં રહેલી ક્ષતિઓના કારણે કોંગ્રેસના ઉમેદવારે હાઇકોર્ટમાં પડકાર ફેંક્યો હતો. જેમાં હાઇકોર્ટ દ્વારા પબુભા વિરમભા માણેકને ઝાટકો મળ્યો હતો. પબુભા માણેક સામે કોંગ્રેસના ઉમેદવારને મોટી રાહત મળી હતી. જો કે, પબુભા માણેકે હાઇકોર્ટના નિર્ણયને સુપ્રીમમાં પડકારવા તૈયારી કરી લીધી છે.

પબુભા માણેક

ABOUT THE AUTHOR

...view details