ગુજરાત

gujarat

ETV Bharat / state

Bhanvad Municipality Controversy : ચીફ ઓફિસરે પોલીસ પ્રોટેક્શન માંગતા સર્જાયો વિવાદ - ભાણવડ નગરપાલિકા વિવાદ

ભાણવડ નગરપાલિકામાં (Bhanvad Municipality Controversy) ફરી એક વખત રાજકીય ગરમાવો સામે આવ્યો છે. જેમાં ભાણવડ નગરપાલિકાના મહિલા પ્રમુખના પતિ દ્વારા તેમને હેરાન ગતિ કરાતા હોવાનો આક્ષેપ નગરપાલિકા ચીફ ઓફિસરે (Bhanvad Municipality Chief Officer) લગાવ્યો છે.

Bhanvad Municipality Controversy : ચીફ ઓફિસરે પોલીસ પ્રોટેક્શન માંગતા વિવાદ સર્જાયો
Bhanvad Municipality Controversy : ચીફ ઓફિસરે પોલીસ પ્રોટેક્શન માંગતા વિવાદ સર્જાયો

By

Published : Mar 25, 2022, 10:42 AM IST

દેવભૂમિ દ્વારકા :ભાણવડ નગરપાલિકા સતત વિવાદોમાં (Bhanvad Municipality Controversy) રહેતી આવી છે, ત્યારે ફરી ભાણવડ નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવતા મયુર જોશીએ કોંગ્રેસના હોદ્દેદારો કામ બાબતે આક્ષેપ કર્યા છે. નગર પાલિકા ચીફ ઓફિસરે પ્રમુખ તેમજ કારોબારી ચેરમેનના પતિ દ્વારા ધમકી આપવામાં આવતી હતી. જેને લઈને પોલીસ પ્રોટેક્શન માંગતા રાજકીય માહોલ ગરમાવો આવ્યો હતો.

ભાણવડ નગરપાલિકામાં ચીફ ઓફિસરે પોલીસ પ્રોટેક્શન માંગતા વિવાદ સર્જાયો

આ પણ વાંચો :રાવલ નગરપાલિકાના કોર્પોરેટરના પુત્રએ કર્મચારીને થપ્પડ મારી

પોલીસ પ્રોટેક્શન માંગતા મામલો ઉગ્ર - મયુર જોશીએ કોંગ્રેસના હોદ્દેદારો કામ બાબતે આક્ષેપ કર્યા હતા. આક્ષેપ સાથે પોલીસ પ્રોટેક્શન માંગતા મામલો ઉગ્ર બન્યો હતો. ભાણવડ નગરપાલિકાના મહિલા પ્રમુખના પતિ દ્વારા તેમને હેરાન ગતિ કરાતા હોવાનો આક્ષેપ નગરપાલિકા ચીફ (Bhanvad municipality Chief Officer) ઓફિસરે લગાવ્યો છે. કોંગ્રેસ શાસિત નગરપાલિકામાં મહિલા પ્રમુખના (Bhanvad Congress Municipal President) પતિ વહીવટ ચલાવતા હોવાનો આક્ષેપ નગર પાલિકા ચીફ ઓફિસરે લગાવ્યો છે. જેને લઈને નગર પાલિકાના પ્રમુખના પતિએ આરોપોને પાયા વિહોણા ગણાવી આક્ષેપોને ફગાવી દીધા છે. ચીફ ઓફિસરની માનસિકતા સસ્તી પ્રસિદ્ધિ મેળવવાની હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો :Vadnagar Gheraiya Chaudash : વડનગરમાં ઘેરૈયા ચૌદશની 800 વર્ષ જૂની પરંપરાની ઉજવણી કરાઈ

બંને પક્ષે આમને સામને - પ્રજાના પ્રતિનિધિ હોવાના નાતે લોકો કામની અપેક્ષા રાખે હોય છે. અને કામ અધિકારીઓએ કરવું પડે પણ પોલીસ પ્રોટેક્શનને (Bhanwad Police Protection) લઈ બંને પક્ષે આક્ષેપ-પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details