ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોના ઇફેક્ટઃ જન્માષ્ટમી તહેવારને લઇ દ્વારકા મંદિર શ્રદ્ધાળુઓ માટે બંધ - યાત્રાધામ દ્વારકામાં જન્માષ્ટમીની ઉજવણી

કોરોના વાઇરસની અસર યાત્રાધામ દ્વારકામાં પડી છે. આ વર્ષે જન્માષ્ટમીની ઉજવણી દરમિયાન શ્રદ્ધાળુ માટે પ્રવેશ બંધી કરવામાં આવી છે.

યાત્રાધામ દ્વારકા
યાત્રાધામ દ્વારકા

By

Published : Aug 6, 2020, 10:41 PM IST

દેવભૂમિ દ્વારકા: પ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકામાં આગામી જન્માષ્ટમીની ઉજવણી નિમિત્તે જિલ્લા કલેક્ટર નરેન્દ્ર મીના દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

યાત્રાધામ દ્વારકા
જન્માષ્ટમી મહોત્સવ દરમિયાન દોઢ લાખથી પણ વધુ શ્રદ્ધાળુઓ આવવાની સંભાવના હોવાથી કોરોના મહામારીને કારણે ચાર દિવસ માટે દ્વારકાધીશ મંદિર શ્રદ્ધાળુઓ માટે બંધ કરવામાં આવશે.10 ઓગસ્ટથી 13 ઓગેસ્ટ દરમિયાન દ્વારકાધીશ મંદિર પરિસરમાં શ્રદ્ધાળુઓને આવવા માટે મનાઈ હુકમ જાહેર કરવામાં આવ્યો છે. મંદિરમાં 12 ઓગસ્ટના રોજ કૃષ્ણજન્મ ઉત્સવ અને 13 ઓગસ્ટના રોજ પારણા ઉત્સવ મનાવવામાં આવશે. જોકે યાત્રિકો માટે મંદિર પરિસરમાં પ્રવેશ કરવાની મનાઈ છે.

ABOUT THE AUTHOR

...view details