- પરિવારના મોભીનું ગુરુવારે કોરોનાથી થયું હતું મોત
- મોતના પગલે આઘાતમાં સરી પડેલા પરિવારે ટૂંકાવ્યું જીવન
- પોલીસે તમામના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા
દેવભૂમિ દ્વારકા: કોરોના મહામારીમાં રોજ વિચિત્ર કિસ્સાઓ સામે આવી રહ્યા છે. એવામાં એક પરિવારના મોભીનું કોરોનાથી મોત નિપજ્યા બાદ બીજા જ દિવસે તેની પત્ની તેમજ બે બાળકોએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
પરિવારના મોભીનું કોરોનાથી મોત, બીજા જ દિવસે સમગ્ર પરિવારે કરી આત્મહત્યા અંતિમ સંસ્કાર કર્યા બાદ ભર્યું પગલું
દ્વારકામાં રહેતા એક મહાજન પરિવારના મોભીનું ગુરુવારે કોરોના સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ઘરના મોભીના મૃત્યુ બાદ પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. આ આઘાત પરીવાર સહન કરી શક્યો ન હતો. મૃતકના અંતિમ સંસ્કાર બાદ રાત્રિના સમયગાળા દરમિયાન મૃતકના પત્ની અને તેના બે પુત્રોએ સામૂહિક આત્મહત્યા કરી લેતા વિસ્તારમાં પણ અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે સ્થળ પર પહોંચીને વધારે વિગતો મેળવી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.