અરવલ્લી જિલ્લાના મુકેશ ખોખરીયા ઓખા PGVCL કચેરીમા હેલ્પર તરીકે ફરજ બજાવતો હતો. ફરજના ભાગ રુપે સામળાસર વાડી વિસ્તારમાં વિજ પોલ પર કામ કરતા સમયે અચાનક વિજ કરંટ શરુ થઈ જતાં વિજ કરંટ લાગતા મીઠાપુરની ટાટા હોસ્પીટલમા ખસેડવામાં આવ્યો હતો જયાં ફરજ પરના ડૉકટરે કર્મચારીને મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતા મૃતકના પરિવારજનોને અરવલ્લી જાણ કરવામા આવી હતી. ગુરુવારે સરકારી હોસ્પિટલમાં પોસ્ટમાર્ટમ કરવામાં આવશે.
ઓખા PGVCLની બેદરકારીથી કર્મચારીનું મોત, વિજ પોલ પર કામ કરતા વિજળી ચાલુ કરી દીધી
દ્વારકાઃ જિલ્લાના સામળાસરમાં વાડી વિસ્તારમા વિજ પોલ પર કામ કરતા સમયે વિજ કરંટ શરુ થઈ જતાં ઓખા PGVCL કચેરીમા હેલ્પર તરીકે ફરજ બજાવતા કર્મચારીનુ મૃત્યુ થયુ છે. ત્યારે મૃતદેહનું ગુરુવારે સરકારી હોસ્પિટલમાં પોસ્ટમાર્ટમ કરવામાં આવશે. આ સમગ્ર ઘટનાની તપાસ ઓખા મરીન પોલીસ ચલાવી રહી છે.
dwk
અત્રે ઉલ્લેખનીય છે કે, કર્મચારી ઓછા હોવાથી લાઈનમેનનું કામ હેલ્પર દ્વારા કરાતા ગંભીર અકસ્માત થયો હતો. આ ઉપરાંત કોઈપણ સેફટી વગર વિજપોલ પર કામ કરાવવામાં આવતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનાની વધુ તપાસ ઓખા મરીન પોલીસ દ્વારા ચાલી રહી છે.