- ચૂંટણી જીતવા માટે તમામ પક્ષો લગાવી રહ્યા છે એડીચોટીનું જોર
- કલ્યાણપુર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટીએ પણ પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા
- આપ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં પ્રચાર અભિયાન તેજ
દેવભૂમિ દ્વારકાઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં હાલ તમામ પક્ષો તાલુકા તેમજ જિલ્લા પંચાયતની ચૂંટણી જીતવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. તાલુકામાં ભાજપ અને કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટીએ પણ પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. ભાજપ અને કોંગ્રેસ માટે આ સ્વરાજની ચૂંટણી વટનો સવાલ બની છે, ત્યારે આમ આદમી પાર્ટીએ આ બંને પાર્ટીઓ વચ્ચે કૂદકો લગાવતા પરિણામો આશ્ચર્યજનક આવે તેવા એંધાણ હાલ વર્તાઈ રહ્યા છે.