દેવભૂમિ દ્વારકાઃ રાજકોટના પ્રખર શિક્ષણ શાસ્ત્રી ગીજુભાઈ ભરાડ સાહેબ તથા પ્રખ્યાત સાઇકૉલોજિસ્ટ ડૉક્ટર દેવાંગ દેસાઈ દ્વારા પરીક્ષા પહેલાં વિદ્યાર્થીઓની માનસિક પરિસ્થિતિ તેમજ વિદ્યાર્થીઓ સાથે વાલીઓના વર્તન અંગે સેમિનાર યોજવામાં આવ્યો હતો.
દ્વારકા ખાતે બોર્ડની પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓ અને વાલીઓને ઉપયોગી સેમિનાર યોજાયો - To the point guidance seminar
ધોરણ 10 અને 12 પરીક્ષાને આડે હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે યાત્રાધામ દ્વારકા ખાતે સનાતન સેવા મંડળમાં 'ટુ ધ પોઇન્ટ ગાઈડન્સ સેમિનાર' યોજાવામાં આવ્યો હતો. જેમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને કેવી રીતે પરીક્ષા આપવી તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
![દ્વારકા ખાતે બોર્ડની પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓ અને વાલીઓને ઉપયોગી સેમિનાર યોજાયો Etv Bharat, Gujarati News, Dwarka News, Education Seminar News](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6260577-thumbnail-3x2-m.jpg)
દેવભૂમિ દ્વારકા ખાતે બોર્ડની પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓ અને વાલીઓને ઉપયોગી સેમિનાર યોજાયો
આ સેમિનારમાં તજજ્ઞો દ્વારા જણાવવામાં આવ્યું કે, હવે પરીક્ષાને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે કલાકો સુધી વાંચવું નહીં. આ ઉપરાંત તેમણે માત્ર 6થી 7 કલાક વાંચવું જોઈએ.
દેવભૂમિ દ્વારકા ખાતે બોર્ડની પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓ અને વાલીઓને ઉપયોગી સેમિનાર યોજાયો
વધુમાં તેમણે જણાવ્યું કે, રાત્રિના 12થી 4 વચ્ચે માત્ર આરામ જ કરવો અને માનસિક શાંતિ રાખી અને કોઈ પ્રકારની ચિંતા રાખ્યા વિના મગજને ફ્રેશ રાખવો જોઈએ. આ ઉપરાંત વાલીઓને પણ સમજાવવામાં આવ્યાં કે પરીક્ષાના સમયે બાળકની પડખે રહીને બાળકોને પ્રોત્સાહીત કરવા જોઈએ. જેથી બાળકમાં આશાનું નવું કિરણ ખીલી શકે.