દેવભૂમિ દ્વારકા: પોલીસ સ્ટેશનની વાત આવે ત્યારે આપણી સામે એક ડરમાંણું ચિત્ર જ દેખાતું હોય છે પરંતુ આજે તેનાથી તદ્દન વિપરીત ઇકો ફ્રેન્ડલી પોલીસ સ્ટેશનની (Eco friendly police station built at Khambhaliya) વાત કરવા જઈ રહ્યા છીએ. જે તમામ પોલીસ સ્ટેશનથી અલગ જ છે. જી હાં ઇકો ફ્રેન્ડલી અને તમામ પોલીસ સ્ટેશનથી અલગ પ્રકારનું પોલીસ સ્ટેશન. આપણે વાત કરી રહ્યા છીએ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયા ખાતે આવેલા પોલીસ હેડક્વાર્ટરની આર.પી.આઇ. કચેરીની.
આ પણ વાંચો: Ten Crore Vaccination in Gujarat : ગુજરાતમાં 10 કરોડ કોવિડ રસીકરણ પૂર્ણ થશે, આરોગ્યપ્રધાને દર્શાવી આ લાગણી
પર્યાવરણ પ્રેમી પોલીસ સબ ઇન્સ્પેક્ટરને વિચાર આવ્યો
સામન્ય રીતે ખંભાળીયા આર.પી.આઇ. પોલીસ કચેરીનું કામ જોઈએ તો જિલ્લાના તમામ પોલિસ સ્ટાફને હથિયાર પુરા પાડવાનું કે જરૂરી તમામ વસ્તુઓ બેરીકેટ, કાર્ટીઝ, વાહનોના ટાયરો, હથિયારો સહિતની તમામ વસ્તુઓ અહીંથી સપ્લાય થતી હોય છે. અહીં ફરજ બજાવતા મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર આશા વદર કે જેઓ પર્યાવરણ પ્રેમી છે અને તેમને કચેરીની બહાર વૃક્ષ વાવવાનો વિચાર આવ્યો હતો પરંતુ પથરાળ જમીન હોવાથી તે શક્ય ન હતું. એટલે તેમણે વાહનોના વેસ્ટેજ ટાયરોમાં માટી ભરી શરૂઆત કરી અને ત્યાર બાદ તો વેસ્ટ ટાયરો, તૂટેલા પાઇપ, તૂટેલા બિન ઉપયોગી બેરલ તમામનો ઉપયોગ કરી અહીં અનેક વૃક્ષો ઉગાડ્યા અને તમામ ઉગી પણ ગયા હતાં.