ગુજરાત

gujarat

ETV Bharat / state

દ્વારકાના પ્રાંત અધિકારીએ મીઠાપુર વિસ્તારમાં ઓચિંતા મુલાકાત લીઘી, પ્લાસ્ટિકના ઝભલાનો ઉપયોગ ટાળવા આપી સૂચના - Gujarat

દ્વારકાઃ તાલુકાના મીઠાપુર ટાઉન વિસ્તારમાં આવેલી મોટી બજારમા દ્વારકાના પ્રાંત અધિકારી અને ટાટા કેમીકલ્સ ટાઇન અધિકારીએ અચાનક તપાસ હાથ ધરી હતી. જેમાં તેમણે પ્લાસ્ટિકના ઝબલાં વાપરતા વેપારીઓને કડક સુચના આપી હતી. તેમજ જરૂર પડે ત્યાં દંડ પણ વસુલ્યો  હતો.

દ્વારકાના પ્રાંત અધિકારીએ મીઠાપુર વિસ્તારમાં ઓચિંતા મુલાકાત લીઘી, પ્લાસ્ટિકના ઝભલાનો ઉપયોગ ટાળવા આપી સૂચના

By

Published : Jun 27, 2019, 12:21 AM IST

દ્વારકા તાલુકાના મીઠાપુરના ટાટા કેમિકલ્સના વેપારી વિસ્તારમાં બુધવારના રોજ ટાટાના અધિકારીઓ તેમજ દ્વારકા પ્રાંત અધિકારી ડી.વી.વિઠ્ઠલાણીએ ઓચિંતી મુલાકાત લીધી હતી. તમામ દુકાનોમાં પ્લાસ્ટીકના ઝભલાંનો ઉપયોગ તદ્દન બંધ કરવો અને કોઈ પણ વસ્તુ પર છાપેલી કિંમત કરતાં વધુ ભાવ ન લેવાની કડક સુચના આપી હતી. તો નિયમનો ભંગ કરનાર સામે કડક કાર્યવહી કરવાનો હુકમ કર્યો હતો.

દ્વારકાના પ્રાંત અધિકારીએ મીઠાપુર વિસ્તારમાં ઓચિંતા મુલાકાત લીઘી, પ્લાસ્ટિકના ઝભલાનો ઉપયોગ ટાળવા આપી સૂચના

તપાસ દરમિયાન એક વેપારીને રુ 200નો હાજર દંડ ફટકારીને વેપારીઓને કડક સૂચના આપી હતી સાથે મીઠાપુરના વેપારીઓને પર્યાવરણ જાળવણી માટે સાથ-સહકાર આપવા સરકારને અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત પ્રાંત અધિકારીએ સરકારને સંદેશો આપ્યો હતો કે, પ્લાસ્ટીકના ઝભલાં બનાવતા એકમોને સદંતર બંધ કરવામાં આવે. જેથી પ્લાસ્ટીકના ઝભલાં વેચવાના બંધ થઇ જાય.

આમ, પ્લાસ્ટીકના ઝભલાં બંધ કરવાની સામે તેના હરીફમાં બીજો વિકલ્પ પણ મૂકવામાં આવે જેથી પ્લાસ્ટીકનો ઉપયોગ કરતાં લોકોને અટકાવી શકાય. તે માટે સરકારને પગલાં લેવામાં માટે વેપારીઓ જણાવી રહ્યાં છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details