કોરોના ઇફેક્ટ : લોકડાઉન બાદ દ્વારકાધીશ મંદિરની આવકમાં 70 ટકાનો ઘટાડો
વિશ્વ સહિત દેશ અને ગુજરાતમાં કોરોના વાઈરસનાના કહેર દરમિયાન ભારત સરકાર દ્વારા લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને દેશના તમામ મુખ્ય મંદિરને ભક્તો માટે બંધ કરવામાં આવ્યા હતા. જેને અનલોક-1 જાહેર કર્યા બાદ 8 જૂનથી રાજ્યના તમામ મંદિરોને કેન્દ્ર સરકારના આદેશ અનુસાર રાજ્યા સરકારે ખોલવાની મંજૂરી આપી છે. આ વચ્ચે દ્રારકાધીશ મંદિર ખોલતાની સાથે જ મહામારીના પગલે મંદિરની આવકમાં 70 ટકાનો ઘટાડો નોંધાયો છે.
લોકડાઉન બાદ દ્વારકાધીશ મંદિરની આવકમાં ઘટાડો
દેવભૂમિ દ્વારકા : કોરોના વાઇરસના ફેલાવાને અટકાવવા માટે કેન્દ્ર સરકારના આદેશ અને રાજ્ય સરકારની ગાઇડલાઇન મુજબ તમામ મંદિર દેવાલયોને બંધ રાખવામાં આવ્યા હતા. જેમાં ગુજરાતના પશ્ચિમ છેવાડે આવેલા યાત્રાધામ દ્વારકાના મુખ્ય મંદિરને પણ ભક્તો માટે બંધ કરવામાં આવ્યું હતું. આ તકે માત્ર મંદિરની અંદર પૂજારી પરિવાર દ્વારા ભગવાન દ્વારકાધીશના તમામ નિત્ય કર્મો અને સેવાનું કાર્ય ચાલુ રાખવામાં આવ્યું હતું.