ગુજરાત

gujarat

ETV Bharat / state

Dwarkadhish temple Gujarat: દ્વારકાધીશ મંદિરમાં 52 ગજની ધ્વજા ચડાવવામાં આવી - દ્વારકાધીશની મંગળા આરતી

ગત મંગળવારએ ભગવાન દ્વારકાધીશના મંદિર પર આકાશી વીજળી પડી હતી. આકાશી વીજળી પડતાં શિખર ધ્વજ પર નુકસાન પહોંચ્યું છે. દ્વારકા મંદિરમાં (Dwarkadhish temple Gujarat) રોજ પાંચ વખત ધ્વજા ચડાવવાનો મહિમા છે. જગત મંદિર પર બાવનગજની ધજા ચડાવવામાં આવે છે,ત્યારે આકાશી વીજળી પડતા ધ્વજાને નુકસાન થયું હતું જો કે મંદિરમાં કોઈપણ જાતનું નુકસાન થયું નથી.

Dwarkadhish temple Gujarat: દ્વારકાધીશ મંદિર 52 ગજની ધ્વજા ચડાવવામાં આવી
Dwarkadhish temple Gujarat: દ્વારકાધીશ મંદિર 52 ગજની ધ્વજા ચડાવવામાં આવી

By

Published : Dec 29, 2021, 3:59 PM IST

દેવભૂમિ દ્વારકા:દ્વારકાધીશ મંદિરે (Dwarkadhish temple Gujarat) ભારતભરના લોકો દર્શનાર્થે આવતા હોય છે અને તમામ લોકોની મનોકામના હોય છે કે, તેઓ એક વખત દ્વારકાધીશના મંદિર પર ધજા ચડાવે. અહીં અબોટી બ્રાહ્મણ દ્વારા ધ્વજાનું બુકિંગ કરવામાં આવે છે. ધજાનું બુકિંગ કરનાર વત્સલ પુરોહિત જણાવી રહ્યા છે કે, હાલ કોરોનાનો સમય ચાલી રહ્યો છે, ત્યારે મંદિર પણ બંધ રાખવામાં આવ્યું હતું અને ધજા ચડાવવાની જે પરંપરા છે તે ચાલુ હતી.

માત્ર અબોટી બ્રાહ્મણ ધ્વજા રોહણ કરી શકે છે

દ્વારકાધીશની મંગળા આરતી (Mangala Aarti of Dwarkadhish) સવારે 7:30 વાગ્યે, શ્રુંગાર આરતી સવારે સાડા દસ વાગ્યે, ત્યારબાદ સવારે 11:30 વાગ્યે તથા સાંજની આરતી 7 :45 વાગ્યે થાય છે. આ સમય દરમિયાન ધજા ચડાવવામાં આવે છે અને મંદિરની પૂજા, આરતી બ્રાહ્મણ કરાવે છે. આ પૂજા બાદ અબોટી બ્રાહ્મણ ધજા ચડાવે છે.ધજા બદલવા માટેનો એક મોટો કાર્યક્રમ યોજાય છે, જે પરિવાર ધજા સ્પોન્સર કરે છે તેઓ ત્યાં આવે છે તેમના હાથમાં ધજાઓ છે તે ભગવાનને સમર્પિત કરવામાં આવે છે, ત્યાંથી અબોટી બ્રાહ્મણ તેને લઈ ઉપર જાય છે અને ધજા બદલે છે.

ગજની ધજાનો અનોખો ઇતિહાસ

દ્વારકાધીશ મંદિર પર કરવામાં આવતી ધજાને એક કિલોમીટર દૂરથી જોઈ શકાય છે, કારણ કે આ ધજા બાવનગજની હોય છે .બાવન ગજની ધજા પાછળ અનેક લોક માન્યતા છે. કેટલાક લોકોનું માનવું છે કે, દ્વારકા નગરી પર 56 પ્રકારના યાદોનું શાસન હતું. તે સમયે પોતાના મહેલ હતા અને દરેક પર પોતાના અલગ-અલગ ધ્વજ લગાવાતા હતા. મુખ્ય ભગવાન કૃષ્ણ બલરામ અને ઋતુ અને પ્રદ્યુમન આચાર ભગવાનના મંદિર હજુ પણ બનેલા છે, જ્યારે અન્ય પ્રકારના યાદવના પ્રતીક સ્વરૂપ ભગવાન દ્વારકાધીશના મંદિર પર બાવનગજની ઘ્વજા ફરકાવવામાં આવે છે.

મંદિરની ધજા ખાસ દરજી દ્વારા તૈયાર કરવામાં આવે છે

બીજી એક એવી માન્યતા છે કે. બાર રાશિ 27 નક્ષત્ર દસ દિશા, સૂર્ય ચંદ્ર અને શ્રી દ્વારકાધીશ સહિત 52 થાય છે ત્રીજી માન્યતા પ્રમાણે દ્વારકામાં એક સમયે ૫૨ દ્વાર હતા તે પણ પ્રતિક છે. મંદિરની ધજા ખાસ દરજી દ્વારા તૈયાર કરવામાં આવે છે, જ્યારે ધજા બદલવાની પ્રક્રિયા થાય તે સમયે તેને જોવા પર પ્રતિબંધ હોય છે.

દ્વારકાધીશની ધજા પર ચંદ્ર અને સૂર્યનું પ્રતીક

દ્વારકાધીશ મંદિરની ઉપર ફરકાવવામાં આવેલી ધજામાં સૂર્ય અને ચંદ્રનુ પ્રતિક છે. માન્યતા છે કે, જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર રહેશે ત્યાં સુધી દ્વારકાધીશનું નામ રહેશે દ્વારકાધીશ હિન્દુઓના મુખ્ય ધાર્મિક સ્થળો પૈકી એક છે. દ્વારકા હિન્દુ ધર્મના ચાર ધામની તીર્થ યાત્રા પૈકી એક છે. હજારો વર્ષ અગાઉ દ્વાપરયુગમાં ભગવાન કૃષ્ણની રાજધાની હતી. આ મંદિરમાં ધજા પૂજનનું વિશેષ મહત્વ છે. રજાની વિશેષતા એ છે કે, હવાની દિશા કોઈ પણ હોય ધજા હંમેશા પશ્ચિમથી પૂર્વ તરફ લહેરાઈ છે

આ પણ વાંચો:

કુદરતનો પ્રકોપ દ્વારકાધીશે લીધો પોતાને શિરે , મંદિર પર વીજળી પડતા ધજાને થયું નુકસાન

દ્વારકાધીશ મંદિરમાં ભક્તો વગર ઉજવાશે જન્માષ્ટમી, શ્રદ્ઘાળુઓમાં નિરાશ

ABOUT THE AUTHOR

...view details