દેવભૂમિ દ્વારકા:કોવિડ- 19ને કારણે દ્વારકાધીશ મંદિર છેલ્લાં ઘણા દિવસોથી ભક્તોના પ્રવેશ માટે બંધ હતું. કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખી મંદિરની વહીવટદાર સમિતિ દ્વારા મંદિરને બંધ રાખવાનો નિર્યણ લેવામાં આવ્યો હતો પરંતુ હાલ મંદિરને ફરીથી ભક્તો માટે ખુલ્લું મૂકવાનો વિચાર કરવામાં આવ્યો છે. જેથી દૂર દૂરથી આવેલા ભક્તોને દ્વારકાધીશના (Dwarkadhish Jagat Mandir) દર્શનનો અનેરો લાહ્વો મળે અને તેમને નિરાશ થઈ પાછું ન જવુ પડે. દ્વારકાધીશ વહીવટદાર સમિતિ અને જિલ્લા કલેક્ટરે જાહેરાત કરી છે કે ભક્તો કોવિડ ગાઈડલાઈન મુજબ ભક્તો સોશિયલ ડિસ્ટન્સ જાળવી અને ફરજિયાત માસ્ક સાથે દર્શન કરી શકશે
મંદિર ખુલવાની જાહેરાતથી કૃષ્ણ ભક્તોમાં ખુશી છવાઈ
દ્વારકાધીશ જગત મંદિરમાં શ્રીજીને શિતઋતુની ઠંડી દરમિયાન ખાસ વસ્ત્રો પરિધાન કરાયાં હતાં અને તેમનો મન પસંદ ખાસ ભોગ ધરાવાયો હતો. ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા મંદિર હાલની સ્થિતિમાં બંધ છે પણ પૂજારી ગણ એમની સેવામાં કોઈ કમી નથી રાખતા. પૂજારી દ્વારા શીતઋતુમાં શ્રીજીને ઠંડી ન પડે તે માટે ચાંદીની સગડીમાં તાપણું કરી શેક આપવાનો ભાવ વ્યક્ત કરવામાં આવ્યો છે.