પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાના પરિસરમાં આવેલું જગતગુરુ શંકરાચાર્ય સરસ્વતી મહારાજના શારદાપીઠમાં ચાતુર્માસ અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતગર્ત દ્વારકા શારદાપીઠના સંતો તેમજ સ્થાનિક જુદી-જુદી સંસ્થાના આગેવાનો દ્વારા એક મિટીંગનું યોજાઇ હતી. જેમાં દંડીસ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજના બે માસના અનુષ્ઠાન દરમિયાન થનારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોની માહિતી અપાઇ હતી.
યાત્રાત્રાધામ દ્વારકામાં ચાતુર્માસ અનુષ્ઠાનનું આયોજન - Gujarati news
દ્વારાકાઃ યાત્રાત્રાધામ દ્વારકાના જગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સ્વરૂપાનંદજી મહારાજના પરમ શિષ્ય શ્રી દંડીસ્વામી મહારાજ દ્વારા ચાતુર્માસ અનુષ્ઠાનનું આયોજન કરાયું છે. આ અનુષ્ઠાન દરમિયાન પ્રતિદિન પૂજ્ય સ્વામી દ્વારા ભગવાન ચંદ્રમૌલેશ્વર રુદ્રાભિષેક અને વેદાંત પાઠ તેમજ શ્રીમદ્ ભગવદ્ ગીતાનું પ્રવચન આપવામાં આવશે. અનુષ્ઠાનનો લ્હાવો લેવા માટે ગુજરાતભરના ધર્મપ્રેમી શ્રદ્ધાળુઓને દ્વારકા શારદાપીઠના મહારાજ શ્રી નારાયણનંદજી દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.
શ્રી દંડીસ્વામી મહારાજ દ્વારા આગામી અષાઢ સુદ પૂનમ તારીખ 16 જુલાઈ 2019થી ભાદરવા સુદ પૂનમ તારીખ 14 સપ્ટેમ્બર 2019 સુધી ચાતુર્માસ વ્રત અનુષ્ઠાન કરવામાં આવશે. અનુષ્ઠાન દરમિયાન પ્રતિદિન પૂજ્ય સ્વામી દ્વારા ભગવાન ચંદ્રમૌલેશ્વર રુદ્રાભિષેક અને વેદાંત પાઠ તેમજ શ્રીમદ્ ભગવદ્ ગીતાનું પ્રવચન આપવામાં આવશે.
દ્વારકાના સરસ્વતી શારદામઠના શ્રી દંડીસ્વામીજી મહારાજ દ્વારા બે માસના આ ચાતુર્માસ અનુષ્ઠાન દરમિયાન દ્વારકા તેમજ ગુજરાતભરના ધર્મપ્રેમી શ્રદ્ધાળુઓને અનુષ્ઠાન દરમિયાન લાભ લેવા માટે દ્વારકા શારદાપીઠના મહારાજ શ્રી નારાયણ નંદજી દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.