દ્વારકા: ફુલડોલ ઉત્સવને લઇ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ પૂર્ણતાના આરે છે. દ્વારકામાં હાલ ભક્તિમય માહોલ જામ્યો છે. દ્વારકામાં કીર્તિસ્તંભથી દ્વારકાધીશ મંદિર સુધી જવા માટે બેરી ગેટ અને ડોમની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. દ્વારકામાં ફુલડોલ ઉત્સવ પર લાખો યાત્રિકો પગપાળા અને વાહનોથી દ્વારકામાં આવતા હોઈ છે ત્યારે યાત્રિકોની સલામતીને ધ્યાને લઇ દ્વારકામાં દર્શન માટે વિશેષ આયોજન કરવામાં આવે છે, જેમાં કીર્તિસ્તંભથી એન્ટ્રી થાય છે અને 56 સીડી સ્વર્ગ દ્વારેથી યાત્રિકોને પ્રવેશ આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. દ્વારકામાં પદયાત્રીઓનો સંઘ ધીમે ધીમે જિલ્લામાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે સેવા કેમ્પ પણ શરુ થવા લાગ્યા છે.
દ્વારકાધીશની એક ઝલક પામવા પગપાળા :દ્વારકા જિલ્લા એસ.પી.નીતીશ પાંડેએ ETV ભારત સાથે વાત કરતા જણાવ્યું હતું કે, યાત્રિકોની સલામતીને ધ્યાને લઇ હાઇવે રોડ પર લોકોને વાહન ધીમે ચલાવવા અનુરોધ કરાયો છે. તો યાત્રિકો પણ ભગવાન દ્વારકાધીશની એક ઝલક પામવા દૂર દૂરથી પગપાળા દ્વારકા તરફ આવી રહ્યા છે. યાત્રિકોની ભારે આ વખતે દ્વારકામાં ઉમટવાની છે ત્યારે તંત્ર પણ તડામાર તૈયારી કરી ચૂક્યું છે યાત્રિકોની સલામતીને ધ્યાને લઇ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે CCTVની મદદથી બાજ નજર રાખવામાં આવશે. તો દ્વારકા પોલીસ દ્વારા 1 એસ.પી.6 DYSP 17 જેટલા પી.આઇ.પી.એસ.આઇ સહિત કુલ 1200 જેટલા પોલીસ હોમ ગાર્ડ, જી. આર. ડિ. ના જવાનો તૈનાત રેહસે.તો એલ.સી.બી.એસ. ઓ.જી. ની ટીમ સહિત પોલીસ ની સી ટીમ પણ ભક્તો ને મદદે હાજર રહેશે.
ભક્તોની ભીડ વધવાની શક્યતા:તો પ્રાંત અધિકારી પાર્થ તલસાનીયા ના જણાવ્યા મુજબ હાલ ભક્તોની ભીડ વધવાની શક્યતા હોઈ તેમજ પદયાત્રીઓ પણ ખૂબ દૂર દૂરથી આવી રહ્યા છે ત્યારે દ્વારકામાં દર્શન માટે ભીડ ન થાય કોઈ અવ્યવસ્થા ન સર્જાય અને યાત્રિકોને તકલીફ ન પડે તે માટે મંડપો અને બેરીકેટ મુકવામાં આવ્યા છે , અલગ પાર્કિંગ જોન કરવામાં આવ્યા છે એટલું જ નહિ પગ પાળા આવતા યાત્રિકો ને રસ્તા પર પરેશાની ના થાઈ તે હેતુ થી વન વે રોડ જાહેર કરાયા છે તો હાઇવે પર કોઈ અકસ્માત ના થાઈ તે માટે ગતી મર્યાદા પણ તંત્ર દ્વારા નકી કરી દેવાય છે.