- ફેરી બોટ સર્વિસ લાયસન્સની શરતોના ભંગ થતા બોટ માલિકોને દંડ કરાયો
- તમામ બોટને 500થી 1000 સુધીના દંડ પણ ફટકારાયા
- 13 બોટના લાયસન્સ ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા રદ્દ કરવામાં આવ્યા
દ્વારકા: ફેરી બોટ સર્વિસ લાઇસન્સની બોટમાં સુરક્ષા સાધનો ન હોવાથી અને ઓવર કેપેસિટી પેસેન્જર ભરવા મામલે 13 બોટોના લાઇસન્સ 8 દિવસ માટે સસ્પેન્ડ કરાયા છે.
અલગ-અલગ કારણોસર સસપેન્ડ કરાયા લાયસન્સ
13 બોટ પૈકી યાકુબી, યોગેશ્વરી, અનાસાગર, ધનપ્રસાદ, જલમાયા, અભામદદ, ડોલર નામની બોટને સુરક્ષા સાધનો યાત્રીક જોઈ શકે તેમ ન રાખેલ હોવાને કારણે, તુણ-ર બોટને ક્રમ નંબર વગર ચલાવવાને લીધે, ચંદ્રા સયેદ પીર તથા રજિયા સુલતાન બોટને ઓવર કેપેસીટી તથા ફરજપરના કર્મચારી સાથે ગેસ્વર્તન અંગે, ચંદ્રા સાગર, મગરપીર કા. અલ નિશાર બોટને ઓવર કેપેસીટીના કારણે તમામ બોટના લાયસન્સ પોર્ટ ઓફીસર દ્વારા તા.૦૪-૦૨-ર૦ર૧ થી ૧૧-૦ર-ર૦૧ સુધી આઠ દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત તમામ બોટને 500થી 1000 સુધીના દંડ પણ ફટકારવામાં આવ્યો છે.