દેવભૂમિ દ્વારકા નગરપાલિકા દ્વારા ભગવાન દ્વારકાધિશના જીવન કાળના જુદા જુદા પ્રસંગોને લોકો સમક્ષ સુંદર રીતે મુકીનેદેવભૂમિ દ્વારકાના નગરજનો અને વિવધ રાજ્યોમાંથી અહીં આવતા યાત્રાળુઓ જાણે પૌરાણિક તીર્થ સ્થળદેવભૂમિ દ્વારકા નગરીની મુલાકાતે હોય તેવું પ્રતીત થાય છે. શિલ્પ સ્થાપત્યને મહત્વ આપીને ચિત્ર કલાના ઉચ્ચ કક્ષાના ચિત્રકારોને લાવીને દેવભૂમિ દ્વારકા નગરપાલિકા દ્વારા ભગવાન દ્વારકાધિશના જીવન કાળના સુંદર પ્રસંગોને ખુબજ સુંદર રીતે દોરવામાં આવી રહ્યા છે.
ધર્મ નગરી દેવભૂમિ દ્વારકા બની ચિત્ર નગરી, દ્વારકાધિશના જીવનના પ્રસંગો દોરવામાં આવ્યા - Krishna
દેવભૂમિ દ્વારકા: ભગવાન દ્વારકાધિશની કર્મભૂમિ દેવભૂમિ દ્વારકા નગરી એક ઐતિહાસિક અને પૌરાણિક તીર્થ સ્થળ તરીકે વિશ્વભરમાં ખ્યાતી પામ્યું છે. આથી ભગવાન દ્વારકાધિશના જીવનની સદાય જીવંત રાખવા માટે દેવભૂમિ દ્વારકા નગરપાલિકાએ એક અનોખો અને સુંદર પ્રયાસ કર્યો છે.
સ્પોટ ફોટો
દેવભૂમિ દ્વારકા નગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં દેવભૂમિ દ્વારકા નગરીના ઇસ્કોનગેટ, મંદિર ચોક, સુદામા સેતુ, સિધનાથ મહાદેવ મંદિર રોડ પર ઉત્તમ કક્ષાના ચિત્રોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ તમામ ચિત્રો લાંબો સમય ટકી રહે તેવા યોગ્ય કલરોથી બનાવવામાં આવી રહ્યા છે.
આ પ્રોજકેટ કાયમી રીતે ચાલુ રહે તેવા હેતુ થી અને સ્થાનિક લોકો અને અહી આવતા યાત્રાળુઓ માનસ પટ પર કાયમી ભગવાન દ્વારકાધિશ છવાયેલા રહે તેવા હેતુથી આ સુંદર કાર્ય શરુ કરવામાં આવ્યું છે.
Last Updated : Mar 28, 2019, 3:51 PM IST