- પાંચ વર્ષ પહેલા પાર્કિંગ જેવી નજીવી બાબતે ખૂની ખેલ ખેલાયો હતો
- આરોપી 5 વર્ષથી નાસતો ફરતો હતો
- LCBની ટીમે વોચ ગોઠવીને આરોપીને દબોચી લીધો
દેવભૂમિ દ્વારકા: આશરે 5 વર્ષ પહેલાં શહેરના પટેલ વાડી પાસે મહર્ષિ અત્રિ તપોવન સ્કૂલના વિદ્યાર્થીઓની બે બસો લઈ આવી રહ્યા હતા, ત્યારે એક બસના ડ્રાઈવર ચનાભાઈ ટપુભાઈ બાંભણીયાને બીજી બસના કલીનર દિનેશ અમભાઈ ઉર્ફે મલાભાઈ ચાવડા વચ્ચે પાર્કિંગ જેવી સામાન્ય બાબતે માથાકુટ થયા બાદ આરોપીએ ચનાભાઈની હત્યા નિપજાવી ફરાર થયો હતો. LCBની ટીમે વોચ ગોઠવી નાસતા ફરતા આરોપીને દબોચી લીધો છે.