- દ્વારકામાં 51 દિવસમાં હત્યાની બીજી ઘટના
- હત્યા કરીને મૃતદેહ ફેંકી દીધો હોવાનું પ્રાથમિક તારણ
- આત્મહત્યા કરી લીધો કે પછી હત્યા તેઅંગે પોલીસ તપાસ હાથ ધરાઇ
દેવભૂમિ દ્વારકા :કુરંગા ગામ નજીક વાડી વિસ્તારમાંથી વાલાભાઈ રણમલભાઈ હાથીયા (ઉ.વ.30)નો મૃતદેહ મળી આવ્યો છે. મૃતદેહ મળી આવતા સ્થાનિકોએ પોલીસ તંત્રને જાણ કરતા દ્વારકા પોલીસ દફતરના PI પી. બી. ગઢવી તેમજ DYSP ચૌધરી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ માટે દ્રારકા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.