- દ્વારકાના ખંભાળિયામાં 3 આરોપી પાસેથી ઝડપાયું કરોડોનું ડ્રગ્સ
- રેન્જ આઈ.જી. સંદીપ સિંઘએ કરી પ્રેસ કોંફરન્સ
- ઝડપાયેલું ડ્રગ્સ પાકિસ્તાનથી આવ્યા હોવાની આશંકા
દેવભૂમી દ્વારકા: દ્વારકા જીલ્લાના ખંભાળિયામાંથી 3 આરોપીને પોલીસે કરોડોના ડ્રગ્સ (Dwarka drugs case) સાથે ઝડપી પાડ્યા હતા. જેમાં રેન્જ આઈ.જી. સંદીપ સિંઘએ એક પ્રેસ કોંફરન્સ (range ig press conference ) કરી સમગ્ર ડ્રગ્સ કોભાંડ પરથી પરદો ઉઠાવ્યો હતો.
સમુદ્ર માર્ગે સમગ્ર ડ્રગ્સનો જથ્થો સલાયામાં ઘૂસ્યો
સલાયાના સલીમ કારા અને અલી કારા પાસેથી ડ્રગ્સનો સૌથી મોટો જથ્થો મળ્યો છે. જેમા સલાયા ગામે કસ્ટમ રોડ પર આવેલ આમીન મંઝિલ નામના ઘર પર મોટી સંખ્યામાં પોલીસના ધાડા ઉતર્યા છે. પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ કરતાં આ કડિ સલાયાના આમીન મંઝિલ સુધી પહોંચી છે. 17 કિલો 651 ગ્રામના 19 પેકેટ મળી કુલ રૂપીયા 88 કરોડ 25 લાખ 50 હજારનો માલ સેજાદ સિકન્ડર બાબુ ઘોસી નામના યુવક પાસેથી જપ્ત કરવામાં આવ્યો હતો.
અત્યાર સુધી કુલ 3 આરોપીની ધરપકડ
સમગ્ર ડ્રગ્સ કોભાંડમાં અત્યાર સુધી કુલ 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં આરોપી સેજાદ મુંબઈ થાણેનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. જેણે સલાયાના સલીમ કારા અને અલી કારા પાસેથી ડ્રગ્સ ખરીદ્યો હતો. સલાયા ખાતે હાલ સર્ચ ઓપરેશન ચાલુ છે, જેમાં બીજા 47 પેકેટ અંદાજે 150 કરોડથી વધુનો બીજો જથ્થો ઝડપાયો હતો.