દ્વરાકા: ખંભાળિયા નજીક આવેલા સલાયા બંદર પર 315 કરોડનો ડ્રગ્સ પાકિસ્તાનથી લાવવામાં આવ્યો હતો. આ મામલે SOG પોલીસની કાર્યવાહી હાથ ધરાતા નવેમ્બર 2021માં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. જેમાં 315 કરોડના ડ્રગ્સ (DWARKA DRUG CASE) સાથે જોડાયેલા કુખ્યાત કારા બંધુ અલી કારા અને સલીમ કારા સહિત 5ને દબોચવામાં આવ્યાં છે.
ડ્રગ્સની હેરાફેરી મામલે ગુજરાતનું નામ ઉછળ્યું
છેલ્લા ત્રણેક મહિનાથી ડ્રગ્સની હેરાફેરી મામલે ગુજરાતનું નામ ઉછળ્યું છે. ગુજરાતનો 1600 કિ.મી લાંબા દરિયાકિનારાનો ડ્રગ્સની હેરાફેરી માટે વપરાશ કરવામાં આવી રહ્યો છે. જેમાં સલાયા બંદરના માધ્યમથી ડ્રગ્સને લાવવનો પ્રયત્ન હાથ ધરાયો હતો. આ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે મામલાની તપાસ આદરી હતી.
ડ્રગ્સની હેરાફેરી મામલે આરોપી ઝડપાયા
સલાયા બંદર પર ડ્રગ્સની હેરાફેરી માટે ફારૂકી 01 નામની બોટ ઉપયોગમાં લેવાય હતી. દ્વારકા પોલીસ દ્વારા આ બોટને ઝડપાયા બાદ તેના ડોક્યુમેન્ટસ સહિત તેના માપ સાઈઝ, એન્જીન વગેરેની તપાસ કરતા સ્તબધ કરી દે તેવો ખુલાસો થયો હતો. આ ડ્રગ્સ કાંડમાં આરોપી દ્વારા મોડેસ ઓપરેન્ડી વાપરી ખોટા ડોક્યુમેન્ટ અને અઝમેરી બોટ પર ખોટું નામ અને નંબર લગાવી ઓખા ફિશરીસ ડિપાર્ટમેન્ટ સાથે ઠગાઈ કરી માછીમારી કરવાની પરમિશન મેળવી ડ્રગ્સ કાંડને અંજામ આપ્યો હતો.