- દ્વારકા જિલ્લાની ભાટીયા પોસ્ટ ઓફિસના અધિકારીએ 1.55 કરોડની છેતરપીંડી કરી
- દોઢ વર્ષમાં જુદા જુદા 16 ગામના 110 ખાતાઓમાં ચેડા
- પોલીસે IPCની કલમ 409 હેઠળ ગુન્હો નોંધી તપાસ આદરી
દેવભૂમિ દ્વારકા:દેવભૂમિ દ્વારકા જિલ્લાના (Dwarka Fraud Case) ભાટીયાની પોસ્ટઓફિસમાં (Bhatia Post Office Dwarka) ઈન્ચાર્જ સબ પોસ્ટમાસ્તર તરીકે ફરજ બજાવી ગયેલા એક અધિકારીએ દોઢ વર્ષમાં જુદા જુદા 16 ગામના 110 ખાતાઓમાં ચેડા કરી 1.44 કરોડ ઉપરાંતની ઉચાપત (Post Office Officer Commits Fraud)કર્યાની પોલીસમાં ફરીયાદ કરાઈ છે. આ અધિકારીને હાલમાં ફરજમોકૂફ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો:Gold Fraud Case : અઢી કરોડના સોનાના ફ્રોડ કેસમાં મેંદરડા પોલીસને મળી મોટી સફળતા
ખોટા રેકર્ડના આધારે આર્થિક વ્યવહારો કરી હિસાબો બતાવ્યા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામમાં આવેલી સબ પોસ્ટઓફિસમાં વર્ષ 2019થી એક વર્ષ સુધીના સમયમાં ભાટીયાના તારક હેમતભાઈ જાદવ નામના વ્યક્તિએ પોસ્ટલ આસિસ્ટન્ટ અને ઈન્ચાર્જ સબ પોસ્ટમાસ્તર (Postal Assistant and Sub Postmaster) તરીકે ફરજ બજાવી હતી. આ કર્મચારી દ્વારા તા. 10-06-2019 થી તા. 19-12-2020 દરમ્યાન આ વિસ્તારની જુદી જુદી 16 બ્રાન્ચ પોસ્ટ ઓફિસમાં સમયાંતરે 110 વખત ટ્રાન્જેક્શન કરવામાં આવ્યા હતા. જેમાં તારક જાદવે ખોટા રેકર્ડના આધારે આર્થિક વ્યવહારો કરી કોમ્પ્યુટરના SAP સોફ્ટવેરમાં તે અંગેના ખોટા હિસાબો બતાવી ગેરરીતિ આચર્યાની આશંકા ઉભી થતા તપાસ કરાઈ હતી.