હાલ મુસલમાનો નો પવિત્ર રમઝાન મહિનો ચાલી રહ્યો છે. ત્યારે રોઝા છોડવા માટે દ્વારકા નજીકના વરવાળા ગામનો યુવાન હાઇવે રોડ આવેલી હોટેલ પર ચા - નાસ્તો કરવા ગયો હતો. ચા નાસ્તો પત્યા બાદ બીલ ચુકવતી વખતે બે મિત્રો મશ્કરી કરતા હતા. એક બીજાને ઉપાડવાની મસ્તી કરતી વખતે એક મિત્રએ બીજા મિત્રને ઉપાડીને નીચે તરફ પટકતાં, નીચે પટકાયેલાં મિત્રના ગળામાં ગંભીર ઈજા થતાં ઘાયલ થયો હતો.
દ્વારકા વરવાળા પાસેના હાઇવે પર હોટલ મિત્રોની મસ્તી બની મોતનું કારણ જાણો પૂરી ઘટના.. - Police
દ્વારકાઃ શહેરના વરવાળા પાસેના હાઇવે પર હોટલ પર મુસલમાન યુવાન રોઝા છોડવા માટે મિત્રો સાથે ગયો હતો. ત્યાં મજાક મસ્તી કરતાં યુવકને ગંભીર ઇજા પહોંચતા એકનું મોત નીપજ્યું હતું. જેથી દ્વારાકા પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઇને IPCની કલમ 304 હેઠળ ગુનો નોંઘી આરોપી મિત્રને શોધવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

દ્વારકા વરવાળા પાસેના હાઇવે પર હોટલ મિત્રોની મસ્તી બની મોતનું કારણ
દ્વારકા વરવાળા પાસેના હાઇવે પર હોટલ મિત્રોની મસ્તી બની મોતનું કારણ
ઘાયલ યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડતા ફરજ પરના ડૉક્ટરે યુવાકને મૃતક જાહેર કર્યો. ત્યારબાદ મામલો ગંભીર બનતા દ્વારકા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને યુવાનની લાશનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ કરવા મોકલી આપી હતી. સમગ્ર ઘટના જે સ્થળે બની હતી તે હોટલના CCTV ફૂટેજ ચકાસીને કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ઘટનાની ગંભીર નોંધ લઇને આસપાસના લોકોની પૂછપરછ કરી હતી.