- દેવભૂમિ દ્વારકા જિલ્લાના તબીબે રચ્યો ઈતિહાસ
- વિશ્વના નંબર 8 પર્વત માઉન્ટ મનાસલુને સર કરી રચ્યો ઈતિહાસ
- તબીબ સોમત ચેતરિયા આ પર્વત સર કરનારા સૌરાષ્ટ્રના પ્રથમ વ્યક્તિ અને તબીબ બન્યા
દેવભૂમિ દ્વારકાઃ જિલ્લાના તબીબ ડો.સોમત ચેતરિયાએ વિશ્વના 8 નંબરના સૌથી ઉંચા પર્વત માઉન્ટ મનાસલૂ સર કરીને નવો ઈતિહાસ રચ્યો છે. આ સાથે જ તેઓ આ પર્વત સર કરનારા સૌરાષ્ટ્રના પ્રથમ વ્યક્તિ અને તબીબ બન્યા હતા. ખંભાળિયામાં સાકેત હોસ્પિટલ ચલાવતા ડો. સોમાત ચેતરિયા હંમેશા કંઈક અલગ કરવામાં જ માને છે. તેમણે વિશ્વનો 8મા નંબરનો પર્વત માઉન્ટ મનાસલૂ સર કરી ઈતિહાસ રચ્યો હતો.
તબીબે જિલ્લાનું ગૌરવ વધાર્યુ
ડો. ચેતરિયાએ 8,163 મીટર ઊંચો વિશ્વનો 8 નંબરનો પર્વત માઉન્ટ મનાસલૂ સર કર્યો છે. સાથે જ તેઓ આ પર્વત સર કરનારા સૌરાષ્ટ્રના પ્રથમ વ્યક્તિ બનીને દેવભૂમિદ્વારકા જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું. આ પર્વત પર પહોંચીને તેમણે ભારતના તિરંગા સાથે રાષ્ટ્રગીત પણ ગાયું હતું.