ગુજરાત

gujarat

ETV Bharat / state

હોળીની ઉજવણીને લઇને દ્વારકા જિલ્લા કલેક્ટરે સરકારી એજન્સી સાથે મિટિંગ યોજી - હોળી અને ફુલડોલ ઉત્સવની ઉજવણી

યાત્રાધામ ધામ દ્વારકા ખાતે આગામી તારીખ 10 માર્ચના હોળી અને ફુલડોલ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે. તે અંગે જિલ્લા કલેક્ટરે તમામ સરકારી એજન્સીની એક મીટીંગ યોજી હતી.

હોળી અને ફુલડોલ ઉત્સવની ઉજવણીને લઇને જિલ્લા કલેકટરે તમામ સરકારી એજન્સીની મીટીંગ યોજી
હોળી અને ફુલડોલ ઉત્સવની ઉજવણીને લઇને જિલ્લા કલેકટરે તમામ સરકારી એજન્સીની મીટીંગ યોજી

By

Published : Feb 26, 2020, 11:30 PM IST

દેવભૂમી દ્વારકાઃ જિલ્લામાં આવેલ પ્રખ્યાત યાત્રાધામ દ્વારકા ખાતે આગામી તારીખ 9 અને 10 માર્ચના રોજ હોળી અને ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે. ધામધૂમથી કરાવતી આ ઉજવણી પહેલા દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર દ્વારા તમામ સરકારી એજન્સીઓને સાથે રાખી અને ચર્ચા વિચારણા અને સૂચનાઓ માટે એક મિટિંગ યોજાઈ હતી.

ભગવાન દ્વારકાધીશ મંદિર ખાતે દર વર્ષે હોળી અને ફૂલડોલ ઉત્સવ ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવે છે. આ વર્ષો દરમિયાન ગુજરાત ભરના અને ગુજરાત બહારના બહોળી સંખ્યામાં યાત્રાળુઓ આવે છે અને સાથે સાથે હજારોની સંખ્યામાં યાત્રાળુઓ પગપાળા પણ આવે છે. અહીં આવતા યાત્રાળુઓને કોઈ જાતની તકલીફ કે, સમસ્યા ન પડે તેમજ હોળી ફૂલડોલ ઉત્સવ ખુબ જ સુંદર રીતે ઉજવાય તે માટેના જરૂરી માર્ગદર્શન સૂચના માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

હોળી અને ફુલડોલ ઉત્સવની ઉજવણીને લઇને જિલ્લા કલેકટરે તમામ સરકારી એજન્સીની મીટીંગ યોજી

જેમાં 2 દિવસના તહેવારમાં દ્વારકા શહેરમાં ટ્રાફિક સમસ્યા યાત્રાળુઓને રહેવા અને આરામ કરવાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત અહીં આવતા-જતાં યાત્રાળુઓને વાહનવ્યવહારની વ્યવસ્થા જમવાની અને પીવાના પાણીની સુંદર વ્યવસ્થા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પવિત્ર ગોમતી ઘાટ ઉપર અનુભવી કરવાની વ્યવસ્થા તેમજ સુરક્ષાને લઇને સઘન ચેકિંગની વ્યવસ્થા અંગેના જરૂરી માર્ગદર્શન માટે તમામ સરકારી તેમ જ સામાજિક સંસ્થાઓની સાથે રાખી અને એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને તમામ એજન્સીઓને ચર્ચા-વિચારણા બાદ જરૂરી સુચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details