ગુજરાત

gujarat

ETV Bharat / state

દ્વારાકામાં જન્માષ્ટમીની ઉજવણીને લઇ જિલ્લા કલેક્ટરે યોજી બેઠક - જિલ્લા તંત્ર

દેવભૂમિ દ્વારકા: જન્માટષ્મી લઇને દ્વારકામાં  અત્યારથી તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. જેને જિલ્લા તંત્ર પણ સંતર્કત થયું છે. તેથી વિવિધ વ્યવસ્થાઓને લઇને જિલ્લા કલેક્ટર દ્વારા મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ વિભાગના અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા.

દ્વારાકામાં જન્માષ્ટમીની ઉજવણીને લઇ જિલ્લા કલેક્ટરે બેઠક યોજી

By

Published : Aug 8, 2019, 4:13 AM IST

જન્માટષ્મીના પાવન પર્વની ઉજવણી કરવા માટે ગુજરાતભરમાંથી લોકો આવે છે. ત્યારે 24 ઓગસ્ટ આવનાર જન્માટષ્મીને દ્વારકામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જગતના નાથના દર્શન કરવા માટે ભક્તો ઘોડપૂર ઉમટતું હોવાથી જિલ્લા તંત્રએ જનહિતને ધ્યાનમાં રાખી સૂચારું સંચાલન હેઠળ એક મિટીંગ યોજી હતી.જેમાં યાત્રાળુઓની સલામતીને કેન્દ્રમાં રાખીને તમામ વ્યવસ્થા ગોઠવવાની ચર્ચા થઈ હતી. તેમજ સાફ-સફાઇ,વાહનવ્યવહાર, પાર્કિગ અને સુરક્ષા સહિતની તમામ બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી.

દ્વારાકામાં જન્માષ્ટમીની ઉજવણીને લઇ જિલ્લા કલેક્ટરે બેઠક યોજી

ABOUT THE AUTHOR

...view details