દેશભરમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે દ્વારકામાં આવેલાં શિવરાજપુરના બીચને સ્વચ્છ રાખવા જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં બીચના ત્રણ કિલોમીટર સુધીના અંતરમાં વાહનવ્યવહાર અટકાવવા, કચરો ફેંકવા અને પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મૂકાયો છે.
દ્વારકામાં શિવરાજપુર બીચ પર કચરો નાખવા અને વાહનવ્યવહાર પર પ્રતિબંધ મૂકાયો - દ્વારાકા ન્યૂઝ
દેવભૂમિ દ્વારકાઃ કેન્દ્ર સરકાર અંતર્ગત ચાલતાં સ્વચ્છતા અભિયાન હેઠળ જિલ્લા કલેક્ટરે એક જાહેરનામું બહાર પાડ્યું છે. જે અંતર્ગત દ્વારકા તાલુકાના શિવરાજપુર બીચ પર વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મૂકાયો છે. આ જાહેરનામું 8 ડિસેમ્બરના રોજ લાગું કરવામાં આવશે.
દ્વારકામાં શિવરાજપુર બીચ પર કચરો નાખવા અને વાહનવ્યવહાર પર પ્રતિબંધ મૂકાયો
આમ, બીચને સ્વચ્છ રાખવા અને લોકોને સ્વચ્છતાનો સંદેશ આપવા માટે જિલ્લા કલક્ટરે એક પ્રયાસ કર્યો છે. આ જાહેરનામું તારીખ 8 ડિસેમ્બર 2019 સુધી અમલમાં આવશે. જેનો ભંગ કરનારને શિક્ષાને પાત્ર ગણવામાં આવશે.