દેવભૂમિ દ્વારકાઃ કોરોના મહામારી ચિંતામાંથી મૂક્ત થયા બાદ ભગવાન દ્વારકાધીશ ઉપર અખૂટ શ્રધ્ધા ધરાવતા શ્રદ્ધાળુઓ દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝૂકાવવા માટે દ્વારકા તરફ આવતા થયા છે.
અમદાવાદના શ્રદ્ધાળુએ દ્વારકાધીશને ચાંદીનો મોર મુકુટ અર્પણ કરી જન્મદિવસની ઉજવણી કરી - દેવભૂમિ દ્વારકાના તાજા સમાચાર
કોરોના કાળની ચિંતામાંથી મૂકત થયા બાદ અમદાવાદના વૈશાલીબેને દ્વારકાધીશના દર્શન કર્યાં હતાં. જ્યાં તેમણે સોનાના વરખથી મઢાવી ચાંદીનો મોર મુકુટ દ્વારકાધીશને અર્પણ કરી પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી.
ભગવાન દ્વારકાધીશ ઉપર અખૂટ શ્રદ્ધા ધરાવતા અમદાવાદના વૈશાલીબેન ગુપ્તા કોરોના કાળ દરમિયાનન ખૂબ ચિંતિંત બન્યા હતા અને મનમાં નક્કી કર્યું હતું કે, આ મહામારી ઓછી થાય ત્યારબાદ પોતાના જન્મદિવસ ઉપર તેઓ પોતાના પરિવાર સાથે દ્વારકા આવશે અને ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શિશ ઝૂકાવી ભગવાન દ્વારકાધીશને મુખ્ય શિખર ઉપર ધજા ચડાવીને ભગવાન દ્વારકાધીશને અતિપ્રિય મોર પંખનો સોનાથી મઢેલો ચાંદીનો મુકુટ અર્પણ કરશે. જેથી મંગળવારે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં વૈશાલીબેન પોતાના પરિવાર સાથે દ્વારકાધીશના દર્શન કરવા આવ્યા હતા. જ્યાં તેમણે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં સોનાથી મઢેલો ચાંદીનો મુગટ અર્પણ કર્યો હતો.