ભારતની સરહદોની રક્ષા માટે ભારતીય સૈનિકોના જવાનો પોતાના જીવના જોખમે દેશની રક્ષા કરે છે. કારગિલ યુદ્ધ વખતે ભારતના અનેક સૈનિકોએ પોતાનો જીવ આપીને ભારત માતાની રક્ષા કરી હતી. આ સૈનિકોની શહાદતને યાદ કરીને શુક્રવારે દેવભૂમિ દ્વારકાના માજી સૈનિકો દ્વારા એક રેલી યોજીને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
કારગિલ વિજય દિવસઃ દેવભૂમિ દ્વારકાના માજી સૈનિકો દ્વારા કારગિલ શહિદોને શ્રદ્ધાંજલિ - દેવભૂમિ દ્વારકા
દ્વારકા: કારગિલ વિજય દિવસ નિમિતે યાત્રાધામ દ્વારકા તાલુકાના માજી સૈનિકો દ્વારા કારગિલ યુદ્ધના શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સૈનિકો દ્વારા રેલી યોજી ગોમતી નદી પર શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
દેવભુમિ દ્વારકાના માજી સૈનિકો દ્વારા કારગિલ શહિદોને શ્રદ્ધાજંલી અર્પણ કરી
શુક્રવારે સવારે દ્વારકાના રબારી ગેટ પાસેથી માજી સૈનિકો તેમજ NCCના યુવાનોએ રેલી યોજી દ્વારકાના પવિત્ર ગોમતી ઘાટ ઉપર ભારતીય પૂર્વ સૈનિક લેફ્ટનન્ટ જનરલ મહિપતસિંહના હસ્તે કારગિલ યુદ્ધ સૈનિકોને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.