ગુજરાત

gujarat

ETV Bharat / state

દ્વારકામાં ઝારખંડના મજૂરની હત્યાથી ચકચાર - signature bridge News

દેવભૂમી દ્વારકાઃ ઓખા બેટ દ્વારકા વચ્ચે ચાલતા સિગ્નેચર બ્રિજના લેબર કોલોનીમા ઝારખંડના મજુરનુ કુહાડી ના ઘા મારીને હત્યા કરાતાં સમગ્ર વિસ્તાર ભયનો માહોલ સર્જાયો હતો. પોલીસે મૃતદેહનો કબ્જે લઇ મૃતદેહને જામનગર ખાતે પી.એમ. માટે મોકલી આપી હતી.

સિગ્નેચર બ્રિજના લેબર કોલોનીમા ઝારખંડના મજુરનુ કુહાડીના ઘા મારીને ખુન

By

Published : Oct 5, 2019, 8:15 PM IST

ઓખા બેટ દ્વારકા વચ્ચે ચાલતા સિગ્નેચર બ્રિજના લેબર કોલોનીમા ઝારખંડના બે મજુરોમા એક મજુરને અન્ય મજુરની બહેન જોડે ભુતકાળમાં સબંધ હતા. જે બાબતે મરનાર વારંવાર જાહેરમાં કહેતો.હતો. આથી આરોપીએ શુક્રવારે મોડી રાત્રીના આરોપીને લાકડા કાપવાની કુહાડીથી માથાને ભાગે અનેક ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

સિગ્નેચર બ્રિજના લેબર કોલોનીમા ઝારખંડના મજુરનુ કુહાડીના ઘા મારીને ખુન

બનાવની જાણ થતા મીઠાપુર પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. FSLની ટીમ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરીને તપાસ આગળ વધારી હતી, મહિલાની મૃતદેહનો કબ્જો લઇ ક્લાસને જામનગર ખાતે પી.એમ. અર્થે મોકલી આપી હતી.

ABOUT THE AUTHOR

...view details