દેવભૂમિ દ્વારકા :દ્વારકાના ગોમતીઘાટ પરથી બે યુવાનો તણાયા હોવાની ઘટના સામે આવી છે. એક યુવક ન્હાવા પડ્યો હતો અને બીજો ડૂબતા અન્ય યુવકને બચાવવા પડ્યો હતો. નહાવા પડેલા યુવકનો બચાવ થયો છે, જ્યારે બચાવવા પડેલો યુવક ડુબ્યો હોવાનું સામે આવ્યું છે. રેસ્ક્યુ ટીમ હાજર ન હોવાને કારણે એક યુવક લાપતા થઈ ગયો છે. મહામુસીબતે એકનો બચાવ કરવામાં આવ્યો છે જો કે અશરફ નામનો યુવક ડૂબ્યો છે. મોસીન નામના યુવકનો બચાવ થયો છે.
Devbhumi Dwarka News : દ્વારકાના દરિયામાં કરંટ, ગોમતીઘાટે 1 યુવક ડૂબ્યો, બચાવવા પડેલો યુવક થયો લાપતા - દ્વારકામાં દરિયામાં યુવક ડૂબ્યો
દ્વારકાના ગોમતીઘાટે નહાવા પડેલા બે યુવકમાંથી એક યુવક ડૂબ્યો છે. રાજ્યમાં સંભવિત વાવાઝોડાને દરિયામાં કરંટ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે ગોમતીઘાટે નહાવા પડેલો યુવક દરિયામાં ડૂબવા લાગતા બચાવવા પડેલો યુવક લાપતા છે. ત્યારે હાલ ફાયર ટીમ દ્વારા લાપતા યુવકની શોધખોળ ચાલુ છે.
એક યુવકનો મહામુસીબતે બચાવ :રાજ્ય પર વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે, ત્યારે દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો હોય તેવુ લાગી રહ્યું છે. દ્વારકાના દરિયામાં 10 ફૂટ જેટલા મોજા ઉછળી રહ્યા છે. જોકે વહીવટી તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, દેવભૂમિ દ્વારકાના જગત મંદિરે મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા માટે આવતા હોય છે, ત્યારે આજરોજ બે યુવકો ગોમતીઘાટે દરિયામાં નાહવા માટે પડ્યા હતા જેમાંથી એક યુવકનો મહામુસીબતે બચાવ કરવામાં આવ્યો છે, જ્યારે બીજો યુવક લાપતા બન્યો છે. જેને શોધવા માટે ફાયરની ટીમ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે.
બચાવવા પડેલો યુવક લાપતા :વાવાઝોડાના હિસાબે હાલના વાતાવરણમાં પલટો આવ્યો છે અને પવનની ગતિ પણ વધી છે. તેને લઈને દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે અને ઊંચા મોજા ઉછળી રહ્યા છે છતાં પણ લોકો બેફિકરાઇથી દરિયામાં નાહવા માટે પડતા હોય છે. ત્યારે હાલ લાપતા બનેલા યુવકની શોધખોળ માટે દેવભૂમિ દ્વારકાની ફાઈય ટીમ દરિયામાં શોધખોળ કરી રહી છે. મળતી વિગતો અનુસાર મોસીન અને અશરફ નામના બે યુવકો ગોમતીઘાટ પાસે નહવા માટે પડ્યા હતા. જેમાં અશરફ નામનો યુવક દરિયામાં ડૂબતા તેને બચાવ માટે મોસીન દરિયામાં છલાંગ લગાવી હતી. જોકે અસરફનો બચાવ થયો છે અને મોસીન લાપતા બન્યો છે.